રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (17:25 IST)

રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લેશે

આગામી ઓક્ટોબર માસમાં કોગ્રેસના સંયોજકોની એક બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં ભાગ લેવા કોંગર્સનેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતા છે. કોંગ્રેસ હાઇકમાન્ડ પણ કઠોર નિર્ણય લઇ રહી છે. પંજાબમાં આંતરિક ડખા વધતા સરકારમાં પરિવર્તન કરાયુ છે. હવે રાજસ્થાનનો વારો છે. રાજસ્થાનમાં કેબિનેટના વિસ્તરણ બાદ હાઇકમાન્ડ ગુજરાત કોંગ્રેસમાં આમૂલ પરિવર્તન કરવાના મૂડમાં છે. રાહુલ ગાંધીને પોતાની નેતાગીરી સાબિત કરવા માટે પણ એક પછી એક કડક નિર્ણયો લેવા જરૃરી છે. પંજાબમાં નિર્ણય લઈ લીધો છે.  રાજસ્થાન જેવા રાજ્યોમાં કોંગ્રેસ અશોક ગેહલોતમા સ્થાને સચિન પાઈલટને સિંહાસન પર બેસાડવા માંગે છે. 
 
રાહુલ ગાંધી આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાત લે એવી શક્યતા છે. ભાજપે ગુજરાતમાં સત્તા પરિવર્તન કર્યું, પછી કોંગ્રેસે પંજાબમાં સત્તા પરિવર્તન કર્યું. વળી ભાજપ તો 2020માં સાત રાજ્યોમાં અડધા ધારાસભ્યોને કાપી નાખવા માંગે છે. કોંગ્રેસે પણ ભાજપના સપાટાબંધ નિર્ણયોમાંથી શીખ લઈને પરિવર્તન કરવાનું મન બનાવ્યું હોય એમ લાગે છે. ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ કશું ન કરવા માટે જાણીતા છે. વળી સત્તા પક્ષ સાથે તેમની સાંઠગાંઠ પણ અજાણી નથી. એટલે હવે ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળથી પરિવર્તનની જરૂર છે.   ગુજરાતમાં કોંગ્રેસે 2017માં સારો દેખાવ કર્યો હતો. એ દેખાવ આગળ વધે એટલા માટે પરિવર્તન કોંગ્રેસ માટે અનિવાર્ય છે.