મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 15 જૂન 2019 (16:29 IST)

અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકતાં પાણી ભરાયાં

વાયુ વાવાઝોડું ફંટાઇ ગયા બાદ રાજ્યમાં દરિયાકાંઠાનાં વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. બપોર સુધીમાં તો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શ્યામલ, બોપલ-ઘુમા, વેજલપુર, વસ્ત્રાલ, ખાનપુર, એસ.જી હાઈવે, ગોતા, સરખેજ, બાપુનગર, સરસપુર, કુબેરનગર, કાલુપુર, વટવા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તો ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
શરૂઆતનાં વરસાદી માહોલમાં અમદાવાદીઓએ વરસાદના પાણીમાં પલળવાની મઝા માણી છે. જ્યારે બીજી બાજુ થોડા જ સમયનાં વરસાદમાં અમદાવાદની અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા તો ક્યાંક પાણીમાં લોકોનાં વાહનો પણ બંધ થઇ ગયા હતાં. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની પોલ ખુલી ગઇ છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ- ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  


લોપ્રેશરનાં કારણે રાજ્યનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યું છે ત્યારે આજે અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ મેઘરાજાની સવારી આવી છે. અમદાવાદનાં અનેક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે.શહેરનાં બોપલ-ઘુમા, વેજલપુર, વસ્ત્રાલ, ખાનપુર, શ્યામલ, સરખેજ, વટવા, ખોખરામાં વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.મહત્વનું છે કે ગુજરાતના કાંઠા વિસ્તારથી દૂર ગયેલું વાવાઝોડું વાયુ હજુ પણ સંપૂર્ણપણે ટળ્યું નથી. ગુજરાતના કચ્છ જિલ્લાના કાંઠા માથે વાયુનું સંકટ તોળાઈ રહ્યું છે.

જોકે, વાયુ નબળું પડવાના કારણે હવે આગામી 17મી જૂને સાંજ સુધી કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાયુ આગામી 17મી જૂને સાંજે કચ્છમાં ભારે વરસાદ પડશે