બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર: , ગુરુવાર, 27 જૂન 2019 (08:59 IST)

રાજ્યનાં ૧૨ તાલુકાઓમાં ઝરમર વરસાદ, ઉના તાલુકામાં ચાર કલાકમાં અઢી ઇંચ

રાજ્યનાં ૧૨ તાલુકાઓમાં આજે તા.૨૬ જુનનાં રોજ સવારે ૬ થી બપોરે ૨ વાગ્યા સુધી ઝરમર વરસાદ વરસ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં રાજ્યનાં ચાર તાલુકાઓમાં સામાન્ય ઝરમર વરસાદ વરસ્યો હતો. જેમાં ભરૂચ જિલ્લાનાં વાગરા, બનાસકાંઠાનાં વાવ, સુરેન્દ્રનગરનાં થાનગઢ અને અરવલ્લીનાં ભિલોડામાં ઝરમર ઝાપટા પડ્યા હતા. સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધીમાં વરસાદે રાજ્યભરમાં વિરામ લીધો હતો. 
 
સવારે ૧૦ થી ૨ વાગ્યા સુધીમાં વધુ ૮ તાલુકાઓમાં વરસાદ શરૂ થયો હતો. જેમાં ચાર કલાકમાં ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકામાં ૬૦ મી.મી એટલે કે અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લાના બાબરા તાલુકામાં ૨૮ મી.મી., સુરત સીટીમાં ૧૯ મી.મી. ગીર સોમનાથ જિલ્લાનાં તાળાલામાં ૧૦ મી.મી. વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત અમરેલી, લાઠી, મહુવા અને અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટા એટલે કે અડધા ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે  ગુજરાત રાજ્યમાં મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે હવામાન વિભાગે આગમી દિવસોમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ સ્ટેટ વેધર વોચ ગ્રુપની મિટીંગમાં થયેલી ચર્ચા થઇ હતી. જેમાં આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.