બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

ગુજરાતમાં 48 કલાકમાં સત્તાવાર ચોમાસુ બેસરે, ભારે વરસાદની આગાહી,

ગુજરાતમાં આગામી 48 કલાકમાં સત્તાવાર ચોમાસું બેસશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં નિયત સમય કરતાં ચોમાસાની વહેલી શરૂઆત થશે. અને આ સાથે જ આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં નિયત સમય કરતાં ચોમાસાની વહેલી શરૂઆત થશે. આગામી 48 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસશે. આ ઉપરાંત આગામી 5 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ આવતો રહેશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને 15 અને 16 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદભવતા તેની અસર રાજ્ય પર થશે. અને અમદાવાદમાં પણ ભારે પવન સાથે વરસાદ આવી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં વરસાદ પડ્યા બાદ લોકો ભારે ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે. તેવામાં હવે વરસાદની આગાહી થતાં ઉકળાટ અનુભવતાં અમદાવાદીઓ માટે પણ રાહતનાં સમાચાર છે.