સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 9 જૂન 2020 (16:02 IST)

ગુજરાતમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હવે રાજ્યમાં વર્તાવા લાગી છે. જેના કારણે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદ પડશે. ભાવનગર, અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે, તેવી રીતે પોરબંદર, દ્વારકામાં પણ ભારે વરસાદ રહેશે. પરંતુ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બંગાળની ખાડીમાં 24 કલાક બાદ લો પ્રેશર બનશે, જે ધીમેધીમે આગળ વધી રહ્યું છે.સમગ્ર ગુજરાતમાં હાલ ચોમાસાની સિઝનની શરૂઆત થઈ નથી પણ હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી પાંચ દિવસ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ દરમિયાન દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, નવસારી, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.