સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 6 જૂન 2021 (20:40 IST)

રાજ્યના અનેક જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

છેલ્લા ઘણાં દિવસથી રાજ્યાના ઘણા જિલ્લાના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ગઈકાલે સાંજે અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યાં આજે ફરી એકવાર સૌરાષ્ટ્ર પંથક તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આગમન થયું છે.
 
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસું મોડું બેસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 20 જૂન પછી ચોમાસાની શરૂઆત થશે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર સહિત મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, પંચમહાલ, વલસાડ, સાપુતારા, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં આજે વરસાદ જોવા મળ્યો હતો.
 
કેરળ બાદ હવે ચોમાસું આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં રાજ્યામાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે પ્રિ-મોન્સુન એક્ટિવ થતા વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. 
 
હવામાન વિભાગે કહ્યું છે કે ગઈકાલે કેરળમાં નૈઋત્યનું ચોમાસું શરૂ થયું છે. દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં લક્ષદ્વીપ, બંગાળની ખાડી અને કેરળ અને તામિલનાડુના દક્ષિણ ભાગમાં આગળ વધ્યું છે. આઇએમડીએ અનુમાન લગાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસુ આગામી બે દિવસ દરમિયાન કેરળ, લક્ષદ્વીપ, તમિળનાડુ અને પુડુચેરીના કેટલાક વધુ ભાગો, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોના કેટલાક ભાગોમાં અને રાયલા સીમામાં આગળ વધવાની સંભાવના છે.
 
રાજ્યમાં ગઈકાલે કેટલાંક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાના અહેવાલ છે. ભાવનગર જિલ્લામાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થયો હતો. ભાવનગરમાં તેર મિલીમીટર, પાલીતાણામાં આઠ મિલીમીટર જ્યારે જેસર અને વલ્લભીપુરમાં ત્રણ મિલીમીટર વરસાદ થયો હતો.
 
ડાંગ જિલ્લામાં ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં પલટા સાથે જ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. બપોર બાદ થયેલા મુશળધાર વરસાદથી આહવામાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા.