ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 26 જૂન 2022 (11:21 IST)

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 26 તાલુકામાં વરસાદનું જોર વધ્યું

After The Unseasonal Rains,
ગુજરાતમાં સૌથી વધુ જૂનાગઢના માણાવદરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે તો વિસાવદરમાં 2 ઈંચ, ઉપલેટામાં 1.8 ઈંચ, વેરાવળમાં 1.3 ઈંચ, લાઠીમાં 1.3 ઈંચ, ગોંડલમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વંથલીમાં 0.8 ઈંચ વરસાદ, ધોરાજીમાં 0.8 ઈંચ અને બગસરામાં 0.8 ઈંચ વરસાદ નોંધાયો છે.
 
જ્યારે ગોંડલમાં જામવાડી, ચોરડી, મોવિયા, વોરકોટડા, અનિડા ભાલોડી, જામવાડી, રામોદ, ઘોઘાવદર, બિલિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે રામોદ ગામે ઘરમાં વરસાદી પાણી ફરીવળ્યા હતા.
 
ઉપલેટાના ગણોદ, નિલાખા અને મજેઠી ગામે વરસાદ ખાબક્યો હતો. તો સાથે લાઠ, ભીમોરા, કુંઢેચ અને કોલકી ગામે વરસાદે રમઝટ બોલાવી હતી.
 
સૌરાષ્ટ્રમાં આજે જુનાગઢ, સોમનાથ, રાજકોટ, અમરેલી, પોરબંદર સહિતના જિલ્લામાં વંટોળ-વિજળી સાથે ભારે વરસાદની  આગાહી
 
અમરેલી, જુનાગઢ,પોરબંદર, ગીરસોમનાથ,રાજકોટ ,મોરબી, જામનગર જિલ્લામાં મેઘવર્ષા 
 
રાજ્યના ૬૬ પૈકી સૌરાષ્ટ્રના ૩૬ તાલુકામાં વરસાદ નોંધાયો, ખેતીને લાભ, ડેમોમાં નીર બાકી