સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 એપ્રિલ 2023 (12:23 IST)

ગુજરાતના અનેક શહેરોમાં વરસાદ

rain gujarat
ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇકલોનિક સર્ક્યુલેશનને કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે જસદણમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા સાથે એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસતાં રોડ-રસ્તા પર પાણી ફરી ગયાં હતાં. ખારી નદીમાં પૂર આવ્યું હતું. બીજી તરફ, અમદાવાદ, રાજકોટ, જામનગર, કચ્છ, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગોંડલ, કોડીનારમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
 
ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ
તલ, બાજરો, જુવાર સહિતમાં ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જસદણ ઉપરાંત આટકોટ, કનેસરા કોઠી, વીરનગર, બળધુઇ, પાંચવડા, જીવાપર, જંગવડ સહિતના આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. નોંધનીય છે કે હવામાન ખાતાની આગાહી મુજબ, સોમવાર સુધી હજુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. ક્યાંક હળવાં ઝાપટાં હશે તો કેટલાક વિસ્તારમાં 2 ઇંચ સુધી વરસાદ પડી શકે છે.