શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 એપ્રિલ 2023 (10:02 IST)

હિન્દુ યુવક સાથે મુસ્લિમ યુવતી ભાગી જતાં વિધર્મીઓ ભડક્યા, કડીમાં તંગદીલી ભર્યો માહોલ

hindu muslim
કડીમાં હિંદુ યુવક સાથે મુસ્લિમ યુવતી ભાગી જતાં હાલ તંગદિલીભર્યો માહોલ સર્જાયો છે. જેને લઈ હાલ મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ મામલે ગઈકાલે રાત્રે વિધર્મીઓ 50થી વધુ બાઈક લઈ હથિયારો સાથે નીકળી પડ્યાં હતા. ટોળાએ સમગ્ર શહેરને બાનમાં લઈ અને લારીઓ-દુકાનોમાં તોડફોડ કરી હતી. જે બાદ ટોળાએ પથ્થરમારો કરતાં એક શખ્સને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ કડી સહિત સમગ્ર મહેસાણા પોલીસ કાફલો શહેરમાં ખડકાઈ ગયો હતો. ત્યારે આજે મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી પણ કડી શહેરની મુલાકત લઈ સમગ્ર ઘટનાને લઈ તપાસના આદેશ આપ્યાં હતા.રાત્રિના સમયે શહેરમાં 50થી વધુ બાઇકો લઈને વિધર્મીઓ નીકળી પડ્યા હતા અને ચીચીયારિયો પાડતા હથિયારો સાથે બેફામ ગાળો બોલી રહ્યાં હતા. આ ટોળાએ પાર્લર અને નાસ્તા સેન્ટર ઉપર તોડફોડ મચાવી હતી. જેમાં એક ઈસમને છુટા હાથે મારમાર્યો હતો. તેને ઈજા પહોંચતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો. ઘટનાને લઇ કડી પોલીસ સહિતનો કાફલો શહેરમાં ખડકી દેવામાં આવ્યો હતો.

ઘટનાને પગલે મહેસાણા જિલ્લાના પોલીસ વડા અચલ ત્યાગી પણ દોડી આવ્યા હતા જ્યાં તેમણે હિન્દુ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજી હતી. તેમજ કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકી, મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના દિનેશભાઈ પટેલ, APMCના ચેરમેન રાજુભાઈ પટેલ સહિતના આગેવાનો સાથે બેઠક અને ચર્ચાઓ કરી હતી.