ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 એપ્રિલ 2023 (18:14 IST)

મહેસાણાના મોલમાં નોકરી કરતી યુવતી ઘરે ન પહોંચી,નિર્વસ્ત્ર હાલતમાં ખેતરમાં લાશ મળી

crime news
મહેસાણાના મોલમાં નોકરી કરતી યુવતી ઘરે ન પહોંચી અને તેની નિર્વસ્ત્ર હાલતમાં ખેતરમાં લાશ મળી હતી. યુવતી સાથે શું બન્યું? એ હજી સુધી તેનો પરિવાર જાણતો નથી, એવા સમયે યુવતીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે. હવે યુવતીની લાશને પરિવારજનો સ્વીકારવાની ના પાડી રહ્યા છે.

આ બધાની વચ્ચે દલિત અગ્રણી અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ત્યાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે યુવતીના પરિવારને સાંત્વના આપી હતી અને સરકાર આ દિશામાં નક્કર પગલાં ભરે એમ જણાવ્યું હતું. મહેસાણાના વાલમ ખાતે રહેતી એક 25 વર્ષીય દલિત યુવતી તોરણવાળી માતાના મંદિર પાસે આવેલા ઓશિયા મોલમાં છેલ્લાં 2 વર્ષથી નોકરી કરતી હતી. 25મી એપ્રિલે સાંજે નોકરીથી છૂટીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે પોતાનાં મમ્મી સાથે ફોન પર રોજિંદી વાત કરતી હતી. અચાનક મોબાઈલ ફોન હોલ્ડ અને ત્યાર બાદ સ્વિચ ઓફ થઈ જતાં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો.

ત્યાર બાદ રાત્રે 10 વાગ્યા સુધી પણ ઘરે યુવતી ના પહોંચતાં પરિવાર વીસનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને યુવતી સાથે કોઈ અઘટિત ઘટના ના થાય એ બાબતે તપાસ કરવા જણાવ્યું હતું.પોલીસે યુવતીને શોધવાનું આશ્વાસન આપતાં પરિવારને થોડી રાહત થઈ પણ પોતાની જુવાનજોધ દીકરી માટે પરિવારે પણ મહેસાણાના વિવિધ વિસ્તારમાં તેની શોધખોળ હાથ ધરી હતી. યુવતી જે ઓશિયા મોલમાં નોકરી કરતી હતી એ સ્થળે પણ પરિવાર અડધી રાત્રે તેની શોધખોળ માટે ગયો હતો. ત્યારે મોલના મેનેજરે પણ આશ્વાસન આપ્યું કે સવારે 10 વાગે નોકરી કરવા માટે યુવતી આવશે ત્યારે પરિવારને જાણકારી આપીશું.