શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 ઑક્ટોબર 2019 (11:52 IST)

રાજકોટમાં ડી માર્ટ મોલમાંથી ખરીદેલી બદામમાં જીવાત હોવાનો વીડિયો વાયરલ થયો

રાજકોટમાં એક ભાઇએ ડિમાર્ટમાં વેચાતી બદામ ખરીદી હતી. જેનાં પેકેટમાં જીવાતો ફરતી દેખાઇ રહેલી છે. 18 ઓક્ટોબરનાં રોજ તેમણે ડીમાર્ટમાંથી બદામ ખરીદી હતી. આ વીડિયો ઘણો જ વાયરલ થયો છે. બદામનાં બંધ પેકેટમાં ફરતી જીવાતનો વાયરલ વીડિયો રાજકોટનાં ગોંડલ રોડ ઉપર આવેલા ડી માર્ટ શોપિંગ મોલનો છે. ગોંડલ રોડના DMartનો વીડિયો વાઈરલ થતા મોલમાં એક ઉપર એક ફ્રીના ચક્કરમાં વસ્તુઓ લેવા જતા લોકોએ ખરેખર ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. બજારનાં ભાવ કરતા સસ્તી બદામને નામે ફૂગ અને જીવાતવાળી બદામ વેચાઈ રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ચકચાર મચાવી રહ્યો છે.હાલ બજારમાં બદામનો ભાવ 800થી માંડીને 1000 રૂપિયાનો ચાલી રહ્યો છે. ત્યારે ડીમાર્ટમાં જીવાતવાળી બદામ આ ભાઇએ 800 રૂપિયામાં ખરીદી છે. તમે પણ આ વીડિયો જોઇ લો. આ ભાઇની સાથે જેવી છેતરપિંડી થઇ છે તેવી છેતરપિંડીનો ભોગ તમારે ન બનવું હોય તો આંખો ખોલીને ખરીદી કરવાની જરૂર છે.