શનિવાર, 11 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 9 સપ્ટેમ્બર 2025 (10:32 IST)

Rajkot Helmet Drive : કાકાએ માથા પર તપેલી પહેરીને હેલ્મેટનો વિરોધ કર્યો

Rajkot Helmet Drive
social media

રાજકોટમાં આજથી હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે શહેરના અનેક વિસ્તારોમાં ચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ રહી છે .  રસ્તા પર હેલ્મેટ ન પહેરનાર લોકો પાસે વસુલવામાં આવી રહ્યો છે.  રાજકોટ પોલીસે અલગ- અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું છે.  કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ, યુનિવર્સિટી રોડ,  સોરઠીયાવાળી સર્કલ, રિંગ રોડ, મવડી વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 

આ બધાની વચ્ચે એક વૃદ્ધ કાકા દ્વારા હેલ્મેટનો અનોખો વિરોધ ચર્ચાનું વિષય બન્યો છે. વાસ્તવમાં આ વ્યક્તિએ ટ્રાફિક નિયમોને નકારતા હેલ્મેટની જગ્યાએ તેમના માથા પર તપેલી પહેરી વાહન ચલાવ્યું હતું. જે બાદમાંઆ તેમણે આ નિર્ણયનો વિરોધ પણ કર્યો હતો. માથા પર પહેરેલી તપેલીમાં લખ્યું "હેલ્મેટ હટાવો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થઈ રહ્યો છે.

રાજકોટના આ કાકા બુખારીભાઈ કહ્યું કે, "હું રોટલી બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છું. હેલ્મેટ પહેરવાથી મને માથામાં ઇજા થવાની ભીતિ રહે છે અને સાઈડમાં જોઈ શકાતું નથી.
 
આ સાથે તેમણે આગળ વધુ કહ્યુ કે, ગમે તે થાય પણ હું હેલ્મેટ નહીં પહેરું. દંડ પણ નહીં ભરી અને જેલમાં જવા પણ તૈયાર છું.