રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 23 ડિસેમ્બર 2024 (15:11 IST)

રાજકોટના જસદણમાં લોકોએ ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી

rajkot news
રાજકોટ જિલ્લાના જસદણ ગામના ગંગા ભવન વિસ્તારમાં પટેલ નગર સોસાયટીમાં લોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.
 
બીબીસી સહયોગી બિપીન ટંકારિયાના જણાવ્યા પ્રમાણે સોસાયટીના રહેવાસીઓનો આરોપ છે કે તેમના વિસ્તારમાં પાણી-રસ્તાના પ્રશ્નો ઉકેલાયા નથી તેથી તેમણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહિષ્કાર 
 
કરવાનો નિર્ણય લીધો છે.
 
સોસાયટીમાં 400થી વધુ લોકોએ બૅનરો અને પોસ્ટરો સાથે આજે વિરોધપ્રદર્શન કર્યું.
 
સ્થાનિક ધર્મેશ ત્રિવેદીએ બીબીસી સહયોગી બિપીન ટંકારિયાને જણાવ્યું, "છેલ્લાં ત્રણ વર્ષથી નગરપાલિકામાં વહિવટદારનું શાસન છે. જેને કારણે સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. છેલ્લાં 15 વર્ષથી આ 
 
વિસ્તારમાં રોડ-રસ્તા અને પાણીની સમસ્યા છે. વારંવારની રજુઆત છતાં લોકોની તકલીફોનો ઉકેલ આવ્યો નથી તેથી અહીંના રહેવાસીઓએ આ સુવિધા ન મળે ત્યાં સુધી રાજકારણીઓને મત માગવા તેમના વિસ્તારમાં ન આવવાની ચીમકી આપી છે."