બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 નવેમ્બર 2023 (17:21 IST)

રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય રમેશ ટિલાળાને હાર્ટએટેક આવ્યો

election result
election result
રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય રમેશ ટિલાળાને હાર્ટએટેક આવ્યો હોવાની વિગતો મળી છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેઓ ગત રાત્રિએ ખોડલધામના ટ્રસ્ટી પરેશભાઈ ગજેરાને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા ત્યાં તેમની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

રમેશ ટીલાળાને હળવો હાર્ટ એટેક આવ્યો હોવાનું તબીબી નિદાનમાં સામે આવતા તેમને મુંબઈ લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. જોકે ડૉક્ટરો અનુસાર ચિંતાનું કોઈ કારણ નથી તેઓ ભયમુક્ત છે. દેશમાં વધી રહેલા હાર્ટએટેકના કેસો ચિંતાજનક છે, દરરોજના સરેરાશ બેથી ત્રણ લોકોના હાર્ટએટક આવવાના કારણે મોત થઈ રહ્યાં છે. બે દિવસ પૂર્વે બનાસકાંઠાના દિયોદરના મકડાલા ગામના જવાનને હાર્ટ એટેક આવ્યો હતો. BSF જવાન ટ્રેનિંગ પૂર્ણ કરી વતનમાં આવ્યો હતો અને તે પછી ફરજ પર પરત જતી વખતે જ જવાનને હાર્ટ એટેકના કારણે મોત થયું હતું.આ સિવાય ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બિહાર ભાજપના સહ પ્રભારી સુનિલભાઈ ઓઝાનું હાર્ટ એટેકથી નિધન થયું હોવાની વિગતો સામે આવી છે. તેમનું આજે વહેલી સવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું.