સંબંધિત સમાચાર
- ભારતીય ઇજનેરોની ઐતિહાસિક સિદ્ધિ, અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના અપ-ડાઉન લાઇનની બે જોડિયા ટનલ તૈયાર
- ગુજરાતીઓ હવે એક અઠવાડિયું માઉન્ટ આબુ ફરવા માટે નહીં જઈ શકે
- લ્યો બોલો! ચૂંટણી સભાઓ નેતાઓ કરે અને નિયમ ભંગનો દંડ શ્રોતાઓએ ભરવો પડશે
- નર્મદા ડેમનાં 23 દરવાજા ખોલાતા ત્રણ જિલ્લાના નદી કિનારાના ગામો એલર્ટ પર
- ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ પક્ષના 10 વર્ષમાં હારી ગયેલા ઉમેદવારોને ‘કમલમ’માં મળશે
મેરઠમાં ફરજ દરમિયાન અમદાવાદનો જવાન થયો શહીદ, ગાર્ડ ઓફ ઓનર સાથે આપી શ્રદ્ધાંજલિ
ઉત્તરપ્રદેશના મેરઠમાં ડ્યૂટી દરમિયાન શહીદ થયેલા સેનાના જવાન રજનીશ પટણીનો પાર્થિવ દેહ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો. અહીં જવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. ત્યારબાદ જવાનના પાર્થિવદેહને અમરાઇવાડી સ્થિત તેમના નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો.
અમરાઇવાડીમાં જવાનનો પાર્થિવદેહ પહોંચતાં જ આસપાસના લોકો પહોંચી ગયા. જોકે કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન ન થયા એટલા માટે પોલીસની ટીમ પણ પહોંચી હતી. રજનીશ પટણી ઉત્તર પ્રદેશના મેરઠમાં તૈનાત હતા.
ગત થોડા દિવસોથી તબિયત ખરાબ થતાં અચાનક તેમની પત્નીનું નિધન થઇ ગયું હતું. તેમના નિધનના સમાચાર અમદાવાદના અમરાઇવાડીમાં રહેતા તેમન પરિજનોને મળતાં હાહાકાર મચી ગયો છે. પરિજનોમાં શોક માહોલ છવાયો છે. શહીદ જવાન રજનીશ એક ખાનગી ચેનલમાં ન્યૂઝ રિપોર્ટર તરીકે કામ કરતી અનીતા પટણીનો ભાઇ છે.
