રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 8 જૂન 2023 (16:05 IST)

ગુજરાતમાં વિધાનસભા બાદ હવે લોકસભાની ચૂંટણીમાં પણ રીવાબા અને નયનાબા આમને સામને થશે

naynaba jadeja
ગુજરાતમાં વિધાનસભા બાદ હવે લોકસભાની ચૂંટણીમાં પણ રીવાબા અને નયનાબા આમને સામને થશે
 
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબા અને બહેન નયનાબા બંને રાજકારણમાં સક્રિય છે. જાડેજા પરિવારના આ નણંદ-ભાભી રાજકારણના મેદાનમાં આમને સામને છે. રવિન્દ્ર જાડેજાના પત્ની જામનગરમાં ભાજપના ધારાસભ્ય છે તો તેમના મોટા બહેન નયનાબાને કોંગ્રેસે રાજકોટ શહેર અને જિલ્લાના સેવાદળના મહિલા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. 
 
કોંગ્રેસમાં સંગઠનને લઈને ઉકળતો ચરૂ
આગામી વર્ષે લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં ગુજરાત કોંગ્રેસમાં ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. જ્યારે ભાજપે સંગઠનમાં ફેરફારો કરવાનું શરૂ કરી દીધું છે. બીજી બાજુ ભાજપે મોદી સરકારના 9 વર્ષમાં થયેલા કામોને લોકોની સામે લઈ જવા માટે કમરકસી છે. જ્યારે કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણીમાં ટીકિટો વેચાઈ હોવાનો વિવાદ શરૂ થયો છે. જેને લઈને હાઈકમાન્ડ પણ જડમૂળથી કોંગ્રેસમાં ફેરફાર કરવા માંગે છે.
 
નયના બાને રાજકોટ જિલ્લા અને શહેરની જવાબદારી
કોંગ્રેસના પાયાનું સંગઠન ગણાતા સેવાદળને કોંગ્રેસ દ્વારા અત્યારથી જ મજબૂત કરવામાં આવી રહ્યું છે. ક્ષત્રિય મહિલા અગ્રણી અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના મોટા બેન નયનાબા જાડેજાને કોંગ્રેસે રાજકોટ જિલ્લા અને શહેરના સેવાદળના મહિલા પ્રમુખની જવાબદારી સોંપી છે. જવાબદારી મળતાની સાથે જ નયનાબા જાડેજાએ આગામી સમયમાં કોંગ્રેસને વધુ મજબૂત કરવા અને ભાજપને લોકસભાની ચૂંટણીમાં હરાવવા તૈયારીઓ શરૂ કરી છે.નયનાબાએ સંગઠનમાં ખૂબ જ સક્રિય રહીને કામ કરશે તેવો હુંકાર કર્યો છે.
 
ફરી એક વખત આ નણંદ-ભાભી અમને સામને 
બીજી તરફ નયનાબા જાડેજાના ભાભી રિવાબા ભાજપને જીતાડવા સક્રિય છે. જાડેજા પરિવારના આ સગા નણંદ-ભાભી રાજકીય રીતે આમને સામને જોવા મળી રહ્યા છે. નયનાબા જાડેજાએ અગાઉ જામનગરમાં પણ વિધાનસભાની ચૂંટણી તેમના ભાભી ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે પણ તેઓ એ ભાજપના જ ઉમેદવારને હરાવવા માટે તનતોડ પ્રયાસ કર્યા હતા. ત્યારે ફરી એક વખત આ નણંદ-ભાભી અમને સામને છે.