1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 ડિસેમ્બર 2023 (11:26 IST)

ગુજરાતમાં અસલી નકલીનો ખેલ, હવે વડોદરામાંથી ગૃહમંત્રીનો નકલી પીએ પકડાયો

, now fake PA of Home Minister caught from Vadodara
, now fake PA of Home Minister caught from Vadodara

ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. કેન્દ્રીય મંત્રી રૂપાલા અને ધારાસભ્ય પુરૂષોત્તમ સોલંકીના નકલી પીએ ઝડપાયા બાદ આજે વડોદરા પોલીસે ગૃહમંત્રીના નકલી પીએને ઝડપી લીધો છે. વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે બદલીની ધમકી આપી નશામાં ધૂત ત્રણ યુવકોએ આતંક મચાવ્યો હતો.

આ યુવાનો પૈકીના એક વરુણ પટેલ નામના યુવકે પોતે ગૃહમંત્રીનો પીએ છે અને તારી બદલી કરાવી દઇશ એમ કહી પોલીસકર્મીઓને માર માર્યો હતો. આ શખસોએ પોલીસવાનનો પીછો કર્યો હતો. સમગ્ર મામલે હરણી પોલીસે દારૂના નશામાં ધૂત આ 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.વડોદરા પોલીસના હેડ કોન્સ્ટેબલ નવીનચંદ્રએ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે શહેરના પૂર્વ વિસ્તારમાં સ્પીડગન વાન મોબાઇલમાં ઇન્ચાર્જ તરીકે ફરજ પર પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન રાત્રિના આશરે પોણા બે વાગ્યાના અરસામાં ગોલ્ડન ચોકડી પાસે બે શખ્સો શેડ પર વચ્ચે ઊભા હતા. અમે અમારી ગાડી રોકીને તેમને સાઇડમાં ઊભા રહી વાતો કરવા કહ્યું હતુ. ત્યાર બાદમાં તેઓ એકદમ અમારી ગાડી પાસે આવ્યા હતા અને ગાડીનો દરવાજો ખોલીને તેમણે અમને કહ્યું હતું કે તમે કેમ અહીં આવ્યા છો. આ લોકો નશો કરેલી હાલતમાં જણાયા હતાં. તેમને રોકતાં જ તેઓ ઉશ્કેરાઈ ગયા હતાં અને અમને જણાવ્યું હતું કે તમે ટ્રાફિકવાળા છો તમારે કોઈ લેવાદેવા નથી. આ શખ્સોમાંથી વરૂણ પટેલ નામના શખ્સે અમારા ડ્રાઇવર સાથે મારામારી અને ઝપાઝપી કરી હતી તથા ડ્રાઇવરને પકડીને રોડ ઉપર પછાડ્યો હતો. તેમને પીઠ અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેમણે ફરિયાદી સાથે છૂટાહાથની મારામારી કરીને બીભત્સ ગાળો બોલી હતી. વરુણ પટેલે કહ્યું હતું કે હું ગૃહમંત્રીનો પી.એ. છું તમારી કાલે બદલી કરાવી દઇશ. અમે આરોપીઓને પકડવા જતાં તેઓ નજીકમાં ઊભેલી એક સફેદ કલરની કિયા જેવી ફોર-વ્હીલર ગાડીમાં બેસી ભાગી ગયા હતા. ત્યાર બાદ ફરિયાદીએ તેમનો પીછો કરી પકડવા જતાં તેમની બીજી બે-ત્રણ ગાડીઓમાંથી એક થાર ગાડી અને બીજી એક સફેદ કલરની ગાડી ફરિયાદીની ગાડીનો પીછો કરવા લાગી હતી. જેથી ફરિયાદીએ સિટી કંટ્રોલ રૂમમાં રાત્રિના બે વાગ્યાના અરસામાં વાયરલેસ મેસેજથી જાણ કરતાં હરણી પોલીસ પહોંચી હતી તેમ છતાં તેમણેએ હરણી પોલીસ સ્ટેશન સુધી અમારો પીછો કર્યો હતો.તેઓ પોલીસ સ્ટેશનની બહાર ગાડીઓ ઊભી રાખીને અમારા ડ્રાઇવરને મારવા આવ્યા હતા. જેથી પોલીસે તેમને કોર્ડન કરી લીધા હતા અને વરુણ પટેલ. આકાશ પટેલ તથા પિનાક પટેલને ઝડપી પાડ્યા હતા. આ મામલે હરણી પોલીસ સ્ટેશનના પીઆઇએ મીડિયાને જણાવ્યું હતું કે પોલીસ સાથે મારામારી કરનારા ત્રણ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.