શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 28 ડિસેમ્બર 2023 (12:19 IST)

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ઇ-મેલ આવ્યો, પ્રવાસીઓમાં ભય

Received an email to bomb Ahmedabad airport.
બોમ્બથી ઉડાવી દેવાનો અમદાવાદ એરપોર્ટને ઇ-મેલ આવ્યો છે. જેમાં પ્રવાસીઓમાં ભય ફેલાયો છે. અમદાવાદ પોલીસે એરપોર્ટ પર ચેકીંગ શરૂ કર્યું છે. જેમાં ચેકીંગમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. જેમાં ઇ-મેલ મુજબ કોઈ પણ બાબત સામે આવી નથી.

હાલમાં જ મુંબઈમાં RBI સહિત 11 સ્થાનો પર બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યો ઈ-મેલ મળ્યો હતો. જે પછી મુંબઈમાં ક્રાઈમ બ્રાન્ચે ઇ-મેલ મોકલનારની ધરપકડ કરી છે. આ પછી ગુજરાતના અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાલમાં જ અમદાવાદ સહિત દેશના અન્ય એરપોર્ટના સત્તાવાર આઈડી પર બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ કરવામાં આવ્યો છે. જેમાં એરપોર્ટના કેટલાંક ભાગો પર વિસ્ફોટ કરવાની વાત કરવામાં આવી હતી. આ પછી પોલીસ દ્વાર એરપોર્ટનું ચેકીંગ કરવામાં આવ્યું છે.

એરપોર્ટ ઉડાવી દેવાના ધમકી ભર્યા ઇ-મેલથી સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. ધમકીના પગલે એરપોર્ટની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ સહિત ગુજરાતના એરપોર્ટને પણ ધમકીભર્યો મેઈલ મળ્યો છે.