શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 ઑક્ટોબર 2021 (17:45 IST)

LRDમાં ભરતીનો રાફડો, LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ

ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે આ અંગે માહિતી આપી છે. ઉમેદવાર OJAS વેબસાઇટ પર ફોર્મ ભરી શકશે. LRDની 10459 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. જેમાં 8476 પુરૂષ અને 1983 મહિલા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. આજથી 9 નવેમ્બર સુધી ઉમેદવાર અરજી કરી શકશે. વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર અરજી થઇ શકશે.
 
લોકરક્ષક ભરતીની અરજી સ્વિકારવાની છેલ્લી તારીખ 9/11/21 છે. છેલ્લે સુધી રાહ જોવાને બદલે ઉમેદવારો ને શરૂઆતમાં જ અરજી કરી લેવા સલાહ છે. અત્યાર સુધી સવા લાખ જેટલી અરજી મળેલ છે 
 
PSI-LRD માટે અલગ અરજી કરવી પડશે 
 
PSI-LRD ભરતી માટે ઓનલાઇન અરજી કરવાનું શરૂ છે. ત્યારે PSI અને LRD માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે. ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે કે, જે ઉમેદવારોએ પો.સ.ઇની ભરતી માટે ફોર્મ ભરેલ હોય અને તેઓ લોકરક્ષક માટે પણ અરજી કરવા માંગતા હોય તો તેઓ એ અલગથી અરજી કરવાની રહેશે.
 
કેટલી જગ્યા પર ભરતી?
 
કૉન્સ્ટેબલ: 5,488 પોસ્ટ (બિન હથિયારી)
કૉન્સ્ટેબલ: 1,050 પોસ્ટ (હથિયારી)
SRPF: 4,450 પોસ્ટ
કુલ: 10,988 જગ્યા