ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 25 જાન્યુઆરી 2021 (19:30 IST)

ગુજરાતના આ 19 બહાદુર પોલીસકર્મીઓને 26મી જાન્યુઆરીએ મેડલથી સન્માનિત કરવામાં આવશે

કેન્દ્ર સરકાર દ્રારા ઉત્કૃટ અને પ્રશંસનીય કામ કરનાર ગણતંત્ર દિવસ પર ગુજરાતના 19 પોલીસ અધિકારીઓને મેડલ એનાયત કરવામાં આવશે. બે પોલીસ જવાનોને પ્રેસિડેન્ટલ પોલીસ મેડલ અને 17 જવાનોને પોલીસ મેડલ આપવામાં આવશે. પ્રેસિડેન્ટલ પોલીસ મેડલ માટે જેમનું નામ છે તેમાં પીઆઇ બિંદેશ શાહ અમદાવાદ, કુમાર રાય જગદીશરાય ચંદ્ર વાયરલેસ પીઆઇ કમિશ્નર ઓફિસ અમદાવાદ સામેલ છે. 
 
આઇજી ડો અર્ચના શિવહરે, આઇજી જેઆર મોથલિયા, ડીવાયએસપી રમેશ કે પટેલ, એસપી આરઆર સરવૈયા, ડીવાયએસપી ભરત મઍળી, શસસ્ત્ર ડીવાયએસપી વિક્રમ ઉલવા, ડીવાયએસપી રાજેશ બારડ, ડીવાયએસપી કિરણ પટેલ, વાયરલેસ પીઆઇ કુમોદચંદ્ર પટેલ, પીઆઇ જીતેંદ્ર પેટલ, એએસઆઇ બલવંત ગોહેલ, એએસઆઇ ધમેન્દ્રસિંહ ચૌહાણ, હેડ કોન્સેટબલ યોંગેન્દ્રસિંહ કોસદા, એએસઆઇ કિરીટ જયસવાલ અને પોલીસ કોન્સ્ટેબલ કિરીટ જયસવાલ અને પોલીસ કોન્સ્ટેબલ નારણભાઇ પાપનિયાનું નામ સામેલ છે. 
 
ભારતના રાષ્ટ્રપતિએ 40 વ્યક્તિઓને જીવન રક્ષક પદક શ્રેણીના પુરસ્કારો એનાયત કરવાની મંજૂરી આપી છે, જેમાં 01 વ્યક્તિને સર્વોત્તમ જીવન રક્ષક પદક, 08 વ્યક્તિઓને ઉત્તમ જીવન રક્ષક પદક અને 31 વ્યક્તિઓને જીવન રક્ષક પદક સામેલ છે. એક એવોર્ડ મરણોપરાંત એનાયત કરવામાં આવ્યો છે. એની વિગતો નીચે મુજબ છેઃ
 
સર્વોત્તમ જીવન રક્ષક પદક
- મુહમ્મદ મુહસિન (મરણોપરાંત), કેરળ
 
ઉત્તમ જીવન રક્ષક પદક
- રામશીભાઈ રત્નાભાઈ સમાડ (રબારી), ગુજરાત
- પરમેશ્વર બાલાજી નગરગોજે, મહારાષ્ટ્ર
-  અમનદીપ કૌર, પંજાબ
- કોરિપેલ્લી સૃજન રેડ્ડી, તેલંગાણા
- માસ્ટર ટિન્કુ નિશ્હાદ, ઉત્તરપ્રદેશ
- હિમાની બિસ્વાલ, મધ્યપ્રદેશ
-  કલાગર્લા સહિથી, આંધ્રપ્રદેશ
- ભુવનેશ્વર પ્રજાપતિ, ઉત્તરપ્રદેશ
જીવન રક્ષક પદક
- ભાવેશકુમાર સતુજી વિહોલ, ગુજરાત
- ઇશ્વરલાલ મનુભાઈ સાંગડા, ગુજરાત
- મનમોહનસિંહ રાઠોડ, ગુજરાત
- પ્રકાશકુમાર બાવચંદભાઈ વેકરિયા, ગુજરાત
- રાહવેર વીરભદ્રસિંહ તેજસિંહ, ગુજરાત
- રાકેશભાઈ બાબુભાઈ જાદવ, ગુજરાત
- વિજય અજિત છાઇરા, ગુજરાત
માસ્ટર અરુણ થોમસ, કેરળ
માસ્ટર રોજિન રોબર્ટ, કેરળ
- શિજુ પી ગોપી, કેરળ
- ગૌરીશંકર વ્યાસ, મધ્યપ્રદેશ
- જગદીશ સિંહ સિદ્ધુ, મધ્યપ્રદેશ
- પુષ્પેન્દ્ર સિંહ રાવત, મધ્યપ્રદેશ
- રાજેશકુમાર રાજપૂત, મધ્યપ્રદેશ
- અનિલ દશરથ ખુલે, મહારાષ્ટ્ર
- બાલાસાહેબ ધ્યાનદેવ નગરગોજે, મહારાષ્ટ્ર
- સુનિલ કુમાર, ઉત્તરપ્રદેશ
- મોહિન્દર સિંહ, પંજાબ
- નિહાલ સિંહ, ઉત્તરપ્રદેશ
 
માસ્ટર ફેડરિક, આંદમાન અને નિકોબાર
- મુકેશ ચૌધરી, રાજસ્થાન
- રવિન્દ્ર કુમાર, ગુજરાત
- એસ એમ રફી, કર્ણાટક
- એસ વી જોઝ, કેરળ
- વાણી હિરેનકુમાર, ગુજરાત
- અબુજામ રોબેન સિંહ, મણિપુર
- બાલા નાયક બનાવથ, કેરળ
- અશોકસિંહ રાજપૂત, જમ્મુ અને કાશ્મીર
- પરમજિત સિંહ, જમ્મુ અને કાશ્મીર
- રણજિત ચંદ્ર ઇશોર, જમ્મુ અને કાશ્મીર
- રિન્કુ ચૌહાણ, ઉત્તરપ્રદેશ
 
જીવન રક્ષક પદક શ્રેણીના પુરસ્કારો કોઈ વ્યક્તિનું જીવન બચાવવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિને એનાયત થાય છે. પુરસ્કાર ત્રણ કેટેગરીઓમાં એનાયત થાય છે – સર્વોત્તમ જીવન રક્ષક પદક, ઉત્તમ જીવન રક્ષક પદક અને જીવન રક્ષક પદક. જીવનના તમામ ક્ષેત્રોની વ્યક્તિઓને આ પુરસ્કારો એનાયત થાય છે. પુરસ્કાર મરણોપરાંત પણ આપી શકાય છે.
 
પુરસ્કાર (ચંદ્રક, કેન્દ્રીય ગૃહ મંત્રીની સહી ધરાવતું પ્રમાણપત્ર અને લમ્પ સમ રકમ) સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો/સંસ્થાઓ/વિજેતાઓ જે રાજ્યો સાથે સંબંધિત હોય છે એ રાજ્ય સરકારો દ્વારા વિજેતાઓને ઉચિત સમયે એનાયત થાય છે.