મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 30 નવેમ્બર 2018 (12:04 IST)

પાકિસ્તાન દ્વારા અપહરણની ઘટના વધતાં માછીમારોમાં ભારે રોષ, વેરાવળની ત્રણ બોટ અને ૨૨ માછીમારોનું અપહરણ

પાકિસ્તાન મરીન દ્વારા તાજેતરમાં ભારતીય બોટના તથા માછીમારોના અપહરણની ઘટનાના સિલસિલામાં વધુ ત્રણ બોટને નિશાન બનાવી છે જેમાં પાક. મરીને વેરાવળની ત્રણ બોટ અને ૨૨ માછીમારોનું અપહરણ કર્યાની ઘટના બનતાં માછીમાર સમાજમાં ભારે રોષ પ્રસરી ગયો છે. થોડા દિવસ પૂર્વે જ ઓખાની અને પોરબંદરની બોટ અને માછીમારોના અપહરણની ઘટના તાજી છે ત્યાં ફરી નાપાક હરકત કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વેરાળની અન્નપૂર્ણા, કુસુમ અને કાજલ નામની ત્રણ બોટ એક સપ્તાહ પૂર્વે ફિશિંગ માટે દરિયો ખેડી રહી હતી તેવામાં બુધવારે રાત્રે ભારતીય જળસીમામાં જખૌ નજીક ત્રણ બોટ અને ૨૨ માછીમારોના પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરાયા હતા. દરમિયાન આ સમાચાર પોરબંદર અને વેરાવળ ખાતે આવી પહોંચતાં સ્થાનિક બોટ એસોસિએશન અને માછીમાર સમાજના આગેવાનોએ આ અંગે તપાસ કરી બોટના અપહરણની ઘટનાને સમર્થન આપ્યું છે.
થોડા દિવસ પૂર્વે ઓખા અને પોરબંદરની બોટ અને માછીમારોના અપહરણની ઘટના તાજી છે ત્યારે ફરી આ અપહરણની ઘટના બનતાં માછીમાર સમાજના આગેવાનોએ પાકિસ્તાનની આ હરકત સામે રોષ પણ વ્યક્ત કર્યો છે. વેરાવળની આ ત્રણ બોટમાં મોટાભાગના માછીમારો દક્ષિણ ભારતના હોવાનું પણ જાણવા મળ્યું છે.