ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 જુલાઈ 2019 (12:20 IST)

ગુજરાતમાં ત્રણ નવી રો-રો ફેરી સર્વિસ શરુ થશે, કચ્છના બે કયા સ્થળોની પસંદગી થઈ

રાજ્યમાં ઘોઘા-દહેજ વચ્ચે શરૂ થયેલી રો પેક્સ ફેરી સર્વિસ બાદ વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં અન્ય સ્થળોને પણ ફેરી સર્વિસથી જોડવામાં આવશે. પીએમ મોદીના બ્લુ ટ્રાન્સપોર્ટેશનના સ્વપ્નને સાકાર કરતો નવો પ્રોજેક્ટ ગુજરાતમાં શરૂ થાય તેવી શક્યતા છે. રાજ્યના મેરી ટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન મુકેશ કુમારે ટ્વીટર પર માહિતી આપી છે કે ટુંક સમયમાં ગુજરાતમાં ત્રણ નવી રો-રો ફેરી સર્વિસ શરૂ થશે. મુકેશ કુમારે ટ્વીટર પર તસવીર શેર કરીની માહિતી આપી હતી કે રાજ્યના ત્રણ રૂટને ફેરી સર્વિસ માટે પસંદ કરવાાં આવ્યા છે. 
આ રૂટ અંતર્ગત ઘોઘા-હજીરા, રોઝી- જૂના મુદ્રા, ઓખા- માંડવીનો સમાવેશ થાય છે. આ ફેરી સર્વિસ માટે ટેન્ડની વિગતોની લિંક શેર કરવામાં આવી છે.વડાપ્રધાન મોદીએ આ ત્રણે રો-રો ફેરી સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી હતી, જે દિશામાં આ પ્રથમ પગલું છે. ઘોઘા- હઝીરા 397 કિલોમીટરનું અંતર છે, જે દરિયાના માર્ગે 91 કિલોમીટર જેટલું થાય છે. રોઝી- જૂના મુદ્રા વચ્ચે 250 કિલોમીટરનું અંતર છે જે દરિયાના માર્ગે 40 કિલોમીટરમાં સર કરી શકાય છે. 
જ્યારે ઓખા- માંડવી વચ્ચે 450 કિલોમીટરનું અંતર છે જે દરિયાના કાંઠે 44 કિલોમીટરમાં સર થઈ શકે છે.ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા રો-રો ફેરી સર્વિસ માટે ટેન્ડરિંગની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે, આ ટેન્ડરની લિંક પણ ટ્વીટર પર શેર કરવામાં આવી છે. ફેરી સર્વિસ માટેના ટેન્ડર ભરવાની છેલ્લી 20 જૂલાઈ અને ટેન્ડર ખુલવાની તારીખ 22 જૂલાઈ રાખવામાં આવી છે.