સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 એપ્રિલ 2021 (12:41 IST)

સાવધાન.. ચાલી રહ્યો છે લૂટેરી દુલ્હનોના કહેર, લગ્ન કરીને રૂપિયા-ઘરેણા લઈને થઈ જાય છે રફુચક્કર

લુટેરી દુલ્હનોના વિશે તમે ફિલ્મોમાં ખૂબ જોયુ હશે કે તમે સાંભળ્યુ હશે. પણ હવે જે ખુલાસો કરવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તમારા હોશ ઉડી જશે.  આ કોઈ એક દુલ્હનની કરતુતનો ઉલ્લેખ નથી. આ લુટેરી દુલ્હનોની આખી ગેંગની નવાઈ પમાડનારી સ્ટોરી છે.  જેનો પર્દાફાશ થતા સૌ દંગ રહી ગયા. 
 
તેમની કરતૂત જાણીને તમને આ સ્ટોરી ફિલ્મી લાગી શકે છે.   પણ આ હકીકત છે.  એમપીથી લઈને દેશના જુદા જુદા ભાગમાં હાથ મારી રહેલી દુલ્હનો એ બધુ જ કરી શકે છે. તે પહેલા લગ્ન કરે છે. પછી રાતો રાત રૂપિયા ઘરેણા લઈને રફુચક્કર થઈ જાય છે અને વરરાજા બિચારો માથુ ખંજવાળતો રહી જાય છે. એટલુ જ નહી આ લુટેરી દુલ્હનોએ આપેલા ઘા એવા હોય છે કે જે ના તો કહી શકાય છે કે ન તો સહી શકાય છે. 
 
છેલ્લા 5 મહિનામાં મધ્યપ્રદેશમાં 10 થી વધુ કેસ લૂટેરી દુલ્હનોના નોંધાય ચુક્યા છે. કેટલીક દુલ્હનો પકડાઈ પણ છે. 
 
શોધમાં જાણ થઈ કે મઘ્યપ્રદેશમાં લૂંટેરી દુલ્હનોના 25થી વધુ જૂથ સક્રિય છે. આ 100થી વધુ લોકોને પોતાના જ શિકાર પણ બનાવી ચુકી છે.  બસ લોકો લાજ શરમને કારણે ફરિયાદ નોંધાવતા નથી.  કેવી રીતે ચાલે છે આ કારોબાર ? કેવી રીતે ફસાય જાય છે આ લોકોના જાળમા ? કેમ વરરાજાના ઘરના લોકોને નથી જતો કોઈ શક ?  અને કોણ છે લૂટેરી દુલ્હનોના દલાલ... આ સવાલોના જવાબ પણ ચોંકાવનારા છે. 
 
સૌથે એપહેલા નીતિનની મા ના સંપર્કમાં રજિયા નામની એક મહિલા દલાલ આવી. તેણે લગ્ન માટે ઔરંગાબાદની  રમા નામની એક યુવતીનો ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે લગ્ન તો થઈ જશે પણ પહેલા 50 હજાર રૂપિયા આપવા પડશે. નીતિનની લગ્નની વય પહેલા જ વીતી ગઈ હોવાથી તેની માતાએ રઝિયાની દરેક વાત માની લીધી. 
 
નીતિનના પરિવારને પણ લગ્નની ઉતાવળ હતી તેથી તે બધી શરત માની ગયા. જલ્દી જ ધૂમધામથી લગ્ન થઈ ગયા. લગ્ન પછી રમા પોતાના ભાઈને લઈને સાસરિયે આવી. તેના સાસરીયાઓએ કહ્યુ હતુ કે બીજા દિવસે તેનો ભાઈ જતો રહેશે. પણ એ જ રાતે ખેલ થઈ ગયો. સવાર થતા જ આખો પરિવાર હોશ ગુમ થઈ ગયો. દુલ્હન પોતાના ભાઈ સાથે મળીને તમામ ઘરેણા અને રોકડ લઈને ફરાર થઈ ચુકી હતી. ખુદ વરરાજા પણ સમજી ન શક્યા કે શુ થયુ અને કેવી રીતે થયુ. લૂટેરી દુલ્હને વીડિયોમાંથી તમામ પુરાવા પણ મટાવી દીધા. જતા જતા તે દિયરના ફોનની મેમોરી કાર્ડ પણ સાથે લઈ ગઈ જેથી કોઈ પુરાવા બાકી ન રહે. 
 
હાલ તો સાહની પરિવારે લૂટેરી દુલ્હનની ફરિયાદ નોંધી છે પરંતુ અત્યાર સુધી રમા અને તેના અસલી નકલી સંબંધીઓની કોઈ ભાળ મળી નથી. તેમનો સંબંધ કરાવનારી રજિયાની ધરપકડ થઈ હતી જે બેલ પર બહાર આવી ચુકી છે. સાહની પરિવાર એકમાત્ર પરિવાર નથી જે આ પ્રકારની લૂટેરી દુલ્હનનો ભોગ બન્યો હોય, છેલ્લા 5 મહિનામાં આવા 10 કેસ થઈ ચુક્યા છે પણ મોટાભાગના લોકો મીડિયા સામે આવતા અચકાય છે. એક તો તેઓ પૈસા આપીને લગ્ન કરે છે તેથી તેમના  પર દુલ્હન ખરીદવાનો આરોપ લાગે છે અને એ ભય પણ સતાવે છે કે આગળ લગ્ન થશે નહી. 
 
એવુ નથી કે પોલીસે લૂટેરી દુલ્હનો પર શિકંજો કસ્યો નથી. તાજેતરમાં જ મધ્યપ્રદેશના ખંડવા, સાગર, વડવાનીમાં લૂટેરી દુલ્હનોની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ખુલાસો થયો છેક એઅત્યાર સુધી 4 થી પાંચ લગ્ન કરી ચુકી હતી અને આટલા જ વરરાજાને લૂટી ચુકી હતી. 
 
પોલીસના મુજબ લૂટેરી દુલ્હનોનો ભોગ બનેલા લોકો ઈજ્જત જવાના ડરથી અને જગ હસાઈના ભયથી ફરિયાદ કરતા નથી. લૂટેરી દુલ્હનોનો જાળ અનેક રાજ્યોમાં ફેલાયો છે. એક રાજ્યમાં અંજામ આપીને તેઓ બીજા રાજ્યમાં ભાગી જાય છે. બે રાજ્યોના પોલીસ વચ્ચે તાલમેલ ન હોવાથી તેઓ સતત આવા અપરાધ કરવામાં સફળ રહે છે. લૂટેરી દુલ્હનોનુ ગ્રુપ લોકોની માનસિકતાનો ફાયદો ઉઠાવે છે. જેમા લગ્નમાં મોડુ થવુ કે લગ્ન ન થવાને પણ ઈજ્જત સાથે જોડીને જોવામાં આવે છે.