1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 જાન્યુઆરી 2024 (12:31 IST)

અમદાવાદમાં રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ બાદ હવે સાબરમતી નદી પર નવું નજરાણું ઉમેરાશે

sabarmati RF
અમદાવાદમાં રિવરફ્રન્ટ અને અટલ બ્રિજ બાદ હવે સાબરમતી નદી પર નવું નજરાણું ઉમેરાશે. જેમાં સાબરમતી નદી પર પ્રથમ આઇકોનિક બ્રિજ બનશે. 6 લેનનો બેરેજ કમ બ્રિજ બનાવવાનું આયોજન છે. તેમાં રૂપિયા 325 કરોડના ખર્ચે આઇકોનિક બ્રિજ તૈયાર થશે. તેમાં સાબરમતી, ચાંદખેડાને એરપોર્ટ સાથે સીધી કનેક્ટિવિટી મળશે.

નવા વર્ષમાં અમદાવાદની સાબરમતી નદી પર 6 લેનનો આઇકોનિક બ્રિજ બનવા જઈ રહ્યો છે. જેમાં 6 લેનનો નો બેરેજ કમ બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં વધુ એક બેરેજ કમ બ્રિજનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રૂપિયા 325 કરોડના ખર્ચે આઇકોનિક બ્રિજ તૈયાર કરવામાં આવશે. આ બ્રિજ સાબરમતી, ચાંદખેડાને એરપોર્ટ સાથે સીધી કનેક્ટિવિટી મળશે. તેમજ પશ્ચિમ વિસ્તારથી એરપોર્ટ તરફનું ટ્રાફિક હળવું થશે.બ્રિજના ડેકની નીચેના ભાગેથી બન્ને બાજુ પ્રોજેક્શન કાઢી અંદાજે 2 મી 2.5 મી પહોળાઇની ફુટપાથનું આયોજન કરવામાં આવ્યું છે. નદી પરના મુખ્ય બ્રિજને રિવરફ્રન્ટના રોડ અને બંન્ને બાજુના હયાત રોડને જોવા માટે બન્ને બાજુ એપ્રોચ બ્રિજ બનાવવામાં આવશે. એટલું જ નહીં બ્રિજને વધુ આકર્ષક બનાવવા માટે ડેકોરેટીવ લાઇટિંગ તથા નેવીગેશન હેતુ અંતર્ગત બન્ને બાજુ લોક ગેટ માટેનું પ્રોવિઝન આપવામાં આવ્યું છે.