રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 ફેબ્રુઆરી 2023 (16:03 IST)

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એમ. પટેલ સાયન્સ એન્ડ રિસર્ચ ના M.Sc.(IT) દ્વારા લા- કમ્પાસ 2023 યોજાયો

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગર સંચાલિત શ્રી એમ.એમ. પટેલ સાયન્સ એન્ડ રિસર્ચના M.Sc. (IT) ડિપાર્ટમેન્ટ  દ્વારા ‘લા –કમ્પાસ 2023’ નામે ટેકનિકલ ફેસ્ટિવલ તા. 25 ફેબ્રુઆરી 2023 શનિવારના રોજ યોજાઈ ગયો.  વિભાગ દ્વારા આયોજિત લા- કમ્પાસ 2023માં વર્કશોપ ઓન વેબ એન્ડ મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ, ડિ-કોડિંગ, કમ્પ્યુટર ગેમિંગ સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં કમ્પ્યુટર ટેકનોલોજી સાથે જોડાયેલ 20 જેટલી કોલેજોના 250થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.  વિજેતા વિદ્યાર્થીઓને એમએસસી. આઈટી વિભાગના વડા ડૉ. ભદ્રેશ પંડ્યા તથા ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને મોમેન્ટો અને સર્ટિફેકટ એનાયત કરવામાં આવ્યાં હતાં.