સૌરાષ્ટ્રના ગોંડલ, રાજકોટ, જસદણ, જૂનાગઢ અને અમરેલી સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજી હતી. રાજકોટમાં સવારનાં 7.38 કલાકે આશરે ત્રણથી ચાર સેકન્ડ સુધી 4.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. દહેશતના માર્યા લોકો ઘર તેમજ પોતાની દુકાનોની બહાર આવી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટથી 18 કિલોમીટર દૂર ભાયાસર ગામે...