1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 જુલાઈ 2020 (16:11 IST)

ગુજરાત સરકાર સામે શિક્ષકોએ કર્યા એક દિવસના પ્રતિક ઉપવાસ

રાજ્ય સરકારની સરકારી શાળાના શિક્ષકો દ્વારા 4200 પે ગ્રેડની માગણી સાથેનું આંદોલન સોશિયલ મીડિયા પર ચાલુ કર્યું છે. 4200 પે ગ્રેડ નામનું ફેસબુક પેજ બનાવી આ સરકરી કર્મચારીઓ દ્વારા દિવસની 5 હજારથી પણ વધુ પોસ્ટ કરવામાં આવે છે. એટલે કે, આ સોશિયલ મીડિયા આંદોલનને વ્યાપક સમર્થન મળ્યું છે.જુદા જુદા સાંસદ સભ્ય, ધારાસભ્યો અને સામાજિક આગેવાનો એ પણ શિક્ષકોના આ પ્રશ્નને લઈ રાજ્ય સરકારને રજુઆત કરી છે. તો રાજ્ય અને જિલ્લા પ્રાથમિક સંઘ દ્વારા પણ રજુઆત થઈ છે.  તેમ છતાં હજુ સુધી રાજ્ય સરકારનું પેટનું પાણી ન હાલતા આજે સમગ્ર ગુજરાતમાં 6 હજારથી વધુ શિક્ષકો પોતાની શાળા અને ઘર પર એક દિવસનો પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે. શિક્ષકોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારમાં  વર્ષે 2010 પછી ભરતી કરેલા સરકારી શિક્ષકોને પે ગ્રેડ એ 2800 રૂપિયાનો આપે છે. જ્યારે વર્ષે 2010 પહેલાની ભરતી કરેલા શિક્ષકો ને પે ગ્રેડ એ 4200 રૂપિયાનો મળે છે.સમાન કામ સમાન વેતનના સ્થાને રાજ્ય સરકાર એ વિસંગતા ઉભી કરે જેના કારણે શિક્ષકો હાલ સોશિયલ મીડિયા પર આંદોલન કરવું પડે છે.શિક્ષકોએ વધુમાં જણાવ્યું કે, અમારા સમર્થનમાં અનેક લોકોએ રાજ્ય સરકાર ને રજુઆત કરી છે પણ હજુ કોઈ હકારાત્મક વલણ સરકાર દ્વારા દાખવામાં આવ્યું નથી.એટલા માટે જ આજે ગાંધી ચીંધ્યા માર્ગે અમે એક દિવસના પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે.