રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :ગાંધીનગરઃ , સોમવાર, 5 જૂન 2023 (16:25 IST)

ગુજરાતમાં આજથી સ્કૂલો ખુલી ગઈ પરંતુ શિક્ષણ વિભાગે મોડલ સ્કૂલની પરીક્ષા પરિણામનું જાહેર કર્યું નથી

સ્કૂલોમાં શૈક્ષણિક સત્ર શરૂ થયું પણ સરકારે પ્રવાસી શિક્ષકોની મંજુરી હજી સુધી આપી નથી
 
સ્કૂલો શરૂ થઈ ગઈ પણ મોડેલ સ્કૂલનું પરિણામ જાહેર નહીં થવાની વાલીઓમાં ચિંતા પેઠી
 
સમગ્ર ગુજરાતમાં આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. 35 દિવસના વેકેશન બાદ આજથી સ્કૂલો શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ પણ ઉત્સાહ સાથે નવા વર્ષમાં અભ્યાસ કરવા માટે સ્કૂલમાં પહોંચ્યા હતાં. રાજ્યની ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શૈક્ષણિક કામગીરી શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે મોડેલ સ્કૂલની પરીક્ષાનું પરિણામ હજી જાહેર થયું નથી. સ્કૂલો શરૂ થઈ જતાં પરિણામ જાહેર નથી થયું જેને લઈને વાલીઓમાં પણ ચિંતાઓ શરૂ થઈ ગઈ છે.  
 
હજી સુધી મોડેલ સ્કૂલનું પરિણામ જાહેર થયુ નથી
મોડેલ સ્કૂલની અંદાજિત 52 હજારથી વધુ બેઠકો પર પરીક્ષા યોજાઈ હતી. વિદ્યાર્થીઓ બેઠા હતાં. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં અંદાજિત 4.50 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતાં. જે ગત એપ્રિલ મહિનાની 27 તારીખે યોજાઈ હતી. મોડલ સ્કૂલમાં ધોરણ 6 માટે આ પરીક્ષા લેવામાં આવી હતી. શિક્ષણ વિભાગે 15 દિવસના ગાળામાં પરિણામ જાહેર કરવાની વાત કરી હતી. પરંતુ પરીક્ષાને એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં પરિણામ જાહેર નહીં થતાં વાલીઓમાં ચિંતાઓ શરૂ થઈ ગઈ છે. જેથી હવે પરીક્ષા બોર્ડ આગામી ચારેક દિવસમાં પરિણામ જાહેર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. 
 
પ્રવાસી શિક્ષકો ફાળવવામાં આવ્યાં નથી
2023-24ના શૈક્ષણિક વર્ષ માટે સ્કૂલોમાં અભ્યાસક્રમ શરૂ થઈ ગયો છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યની સ્કૂલોમાં શિક્ષકોની અછત જેમની તેમ જ છે. શાળા સંચાલક અને આચાર્ય મંડળ દ્વારા અનેક વખત શિક્ષણ વિભાગને રજૂઆત કરાઈ હોવા છતાં સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકો ફાળવવામાં આવ્યાં નથી. સરકારે પણ હજી પ્રવાસી શિક્ષકો માટેની મંજુરી આપી નથી. સ્કૂલો શરૂ થઈ ગઈ છે અને હવે જો આ મંજુરી આપવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડશે. 35 દિવસના વેકેશન બાદ આજથી સ્કૂલ શરૂ થઈ છે, ત્યારે વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે ફરી એકવાર નવા વર્ષમાં અભ્યાસ કરવા માટે પહોંચી ગયા છે.