સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 નવેમ્બર 2017 (12:33 IST)

મહેસાણા-ઊંઝા હાઈવે પર અકસ્માતમાં અમદાવાદના 7 યુવકોના મોત

મહેસાણા ઊંઝા નજીક મોટી દાઉ ગામ નજીક કાર અને લકઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં અમદાવાદના સાત યુવાનોના ઘટના સ્થળેજ કરુણ મોત નિપજ્યાં હતાં. પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણા ઊંઝા હાઈવે પર મોડી રાત્રે કાર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં સાત યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. 

મૃતકોમાં બે સગા ભાઈઓનો પણ સમાવેશ થાય છે. પૂરપાટ સ્પીડે દોડી રહેલી આ કારનું ટાયર ફાયતા ચાલકે કાબૂ ગૂમાવતા કાર ડિવાઈડર કૂદીને સામેની સાઈડના રોડ પર આવી ગઈ હતી, અને તેની ટક્કર લક્ઝરી બસ  સાથે થઈ હતી.હાલ મહેસાણા પોલીસે તમામ મૃતદેહોને પીએમ માટે મહેસાણા સિવિલ મોકલી આપ્યા છે. મૃતકોમાં બ્રિજેશ કાકડિયા, ગોપાલ કાકડિયા (બંને સગા ભાઈ), મોનાંગ જાદવાણી, દિવ્યપાલસિંહ ઝાલા, આદિત્ય પટેલનો સમાવેશ થાય છે.