1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 1 મે 2025 (00:09 IST)

ખેડામાં મોટો અકસ્માત, એક જ પરિવારના 6 લોકો નદીમાં ડૂબ્યા, વેકેશનની રજા માણવા આવ્યા હતા મૃતક

six people drowned in river
ગુજરાતના ખેડા જિલ્લામાં આજે એક મોટી દુર્ઘટના બની છે. અહીં બુધવારે સાંજે, એક જ પરિવારના છ સભ્યો, જેમાંથી મોટાભાગના કિશોર પિતરાઈ ભાઈ-બહેન હતા, નદીમાં ડૂબી ગયા. પરિવારના 6 સભ્યોના ડૂબી જવાના સમાચાર મળતા જ પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પરિવારના વૃદ્ધ સભ્યો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.
 
મૃતકની ઉંમર 14 થી 21 વર્ષની વચ્ચે 
પોલીસે જણાવ્યું કે આ ઘટના કનીઝ ગામમાં બની હતી. ખેડાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, "૧૪-૨૧ વર્ષની વયના છ વ્યક્તિઓ, જે ભાઈ-બહેન અથવા પિતરાઈ ભાઈઓ હતા, મેશ્વો નદીમાં નહાવા ગયા હતા અને ડૂબી ગયા હતા. તેમાં ચાર છોકરીઓ અને બે છોકરાઓ હતા. છ લોકોના મૃતદેહ મળી આવ્યા છે."
 
બધા ભાઈ-બહેન હતા
તેમણે કહ્યું કે છ મૃતકોમાંથી બે કનીઝ ગામના રહેવાસી હતા અને ચાર તેમના પિતરાઈ ભાઈઓ હતા જેઓ અમદાવાદથી તેમને મળવા અને રજાઓ ગાળવા આવ્યા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ, અમદાવાદ પોલીસ અને ફાયર વિભાગની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.