સોમનાથમાં 320 યાત્રીઓ એક સાથે રહી શકે તેવા ડોરમેટરી અતિથિ ગૃહનું ઉદ્ધાટન
સોમનાથ, 320 યાત્રીઓ સમુહમાં આવાસ કરી શકે તેવા ડોરમેટરી અતિથિગૃહ આશરે 7 કરોડના ખર્ચે 60 હજાર સ્કવેર ફુટમાં 28 માસ જેટલા સમયમાં તૈયાર કરવામાં આવેલ છે, આજરોજ આ ડૉરમેટરી ભવનનું ઉદ્ધાટન ભારતના ટુરીઝમ સેક્રેટરી શ્રીમતિ રશ્મિબેન વર્માના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ ડોરમેટરીમાં 90 રૂપીયાના શુલ્ક થી યાત્રી એક દિવસ સુંદર રીતે વિશ્રામ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
શ્રી સોમનાથ તીર્થને આઇકોનિક પ્લેસ તરિકે જાહેર કરવામાં આવતા વિશ્ર્વમાંથી આવતા યાત્રીકોને સારી સવલતો મળી રહે અને સુંદર યાત્રી સુવિધા થાય તે પ્રકારના કેન્દ્ર સરકારના પ્રસાદ સ્કિમ અંતર્ગત વિવિધ પ્રોજેક્ટો હાલ કાર્યરત હોય, જેમાં ટીએફસી-ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટર, ડીઝીટલ પાર્કિંગ, પ્રોમોનેડ વોકવે સહિતની સાઇટ વીઝીટ કરી ટુરીઝમ સેક્રેટરીએ પ્રગતિ અહેવાલ મેળવેલ.