શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 ડિસેમ્બર 2022 (11:01 IST)

‘સ્પિરિટ ઑફ ગુજરાત’ એક અદભૂત ક્રિસમસ ટ્રી

christmas tree
‘સ્પિરિટ ઑફ ગુજરાત’ - આઇટીસી નર્મદા ખાતે 210 ફૂટની ઊંચાઇએથી લટકાઈને ઇન્સ્ટોલ કરવામાં આવેલા 25 ફૂટના એક અદભૂત ક્રિસમસ ટ્રીને ખાદીમાંથી બનાવવામાં આવેલા 500થી પણ વધારે પતંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. આ પ્રકારનું આ વિશિષ્ટ ક્રિસમસ ટ્રી ગુજરાતના લોકોના અદમ્ય ઉત્સાહને આપવામાં આવેલું તદ્દન અનુરૂપ સન્માન છે.
 
ક્રિસમસની ઉજવણી અને ત્યારબાદ થોડા સમયમાં જ શરૂ થવા જઈ રહેલા પતંગોના ઉત્સવ ઉત્તરાયણની સાથે આ ઇન્સ્ટોલેશન ગુજરાતની સમાવેશી ભાવનાનું પ્રતીક બની રહેશે, કારણ કે આ ભાવનાના મૂળ ગુજરાતની સંસ્કૃતિમાં ઊંડે સુધી રહેલા છે, જેમાં નવી ક્ષિતિજોને આંબવાની તત્પરતા છે અને વધુ સારા ભાગ્યને પામવા આકાશમાં ઊંચે ઉડાન ભરવાની અદમ્ય ઇચ્છા છે.