બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 ઑક્ટોબર 2018 (13:39 IST)

કેવડિયા કોલોની ખાતે ટેન્ટસીટી તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રાવસન માટે બનશે આકર્ષણનું કેન્દ્ર

ગુજરાતના સરદાર હવે અસરદાર બની રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે હવે વિશ્વ ફલક પર નર્મદાની એક ઓળખ બનવા જઇ રહી છે. લોકાર્પણ બાદ રોજ 15 હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. કુલ મળીને 250 ટેન્ટ ઉભા કરીને ટેન્ટ સીટી  તૈયાર કરવામાં આવી રહી છે. નર્મદા નદીના કાંઠે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તો તૈયાર થઇ ગઇ છે. પરંતુ આ વિરાટ પ્રતિમાની સાથે જ નર્મદા નદીના કાંઠે ટેન્ટ સીટી પણ બની ગઇ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રધાનમંત્રી મોદીના હસ્તે ઉદ્ઘાટન થયા બાદ નર્મદામાં પ્રવાસીઓની સંખયામાં વધારો થવાનો છે. અને પ્રવાસીઓના ઘસારાને ધ્યાનમાં રાખીને નર્મદાના કિનારે ટેન્ટ સીટી તૈયાર કરવામાં આવી છે. નર્મદા ડેમનાં તળાવ નં 3 અને 4ના કિનારે કાયમી ટેન્ટ સીટી નર્મદા ઉભી કરાઈ છે. જેમાં કુલ મળીને 250 ટેન્ટ ઉભા કરાયા છે. આ ટેન્ટ કાયમી હશે અને તેના માટે 100 વર્ષ જૂની કંપની અને રણોત્સવમાં ટેન્ટની સેવા આપતી કંપનીને કામ સોંપાયું છે. તો પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીઓ માટે ખાસ રજવાડી ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે, કે જે આધુનિક સુવિધાથી સજ્જ હશે. આવનારા દિવસોમાં વિશ્વની સૌથી ઊચી પ્રતિમાના કારણે નર્મદા જિલ્લાનું નામ વિશ્વમાં જાણીતુ થશે. અને દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ આ ટેન્ટમાં રહેશે. ત્યારે સરદારની પ્રતિમા સાથે આ ટેન્ટ સીટીને પણ એક ઓળખ મળશે.