શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 ઑગસ્ટ 2019 (11:39 IST)

કેવડીયાનો વિકાસ ટોટલ ટુરિઝમ સેન્ટર તરીકે કરવામાં આવી રહ્યો છે: મુખ્યમંત્રી

નર્મદા: મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કેવડીયામાં વિશ્વની સહુથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. અપરંપાર પ્રાકૃતિક સુંદરતા છે, કલા અને સંસ્કૃતિનો વારસો છે.આ તમામનો સમન્વય કરીને કેવડીયાનો ટોટલ ટુરિઝમ સેન્ટર તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે.પ્રવાસીઓ આવે,બે ત્રણ દિવસ રોકાય,વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ માણે, અને સ્થાનિક લોકોને રોજગારી મળે ,આ તમામ પાસાઓનો સમન્વય કરીને વિકાસનું જે આયોજન કરવામાં આવ્યું છે,એના અમલીકરણના તમામ પાસાઓની સમીક્ષા કરવાની સાથે કામની પ્રગતિનું નિરીક્ષણ કરવું છે.
 
તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં પ્રધાનમંત્રીશ્રી કેવડિયા પધારવાના છે.આગામી દિવસો આ સ્થળ માટે ખૂબ મહત્વના બનવાના છે.અહીં રાજદૂતોની, IAS/IPS અધિકારીઓની બેઠક મળવાની છે. આ તમામ ઘટના ક્રમોને ધ્યાનમાં રાખીને પ્લાનીંગના અમલીકરણની સમીક્ષા કરાશે.
 
મુખ્યમંત્રીએ જણાવ્યું કે નર્મદા બંધનું કામ પૂરું થઈ ગયું છે એટલે 138 મીટરની ઊંચાઈ સુધી પાણી ભરવામાં NCAની સંમતિની જરૂર નથી. ટેકનીકલ અભિપ્રાય સાથે તકેદારી રાખીને 138 મીટરની ઊંચાઈ સુધી પાણી ભરવાની નેમ છે.