રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 જૂન 2022 (10:33 IST)

સુરતનો વિચિત્ર કિસ્સોઃ દુષ્કર્મ પીડિતાએ કહ્યું, ‘આરોપીને જામીન આપો; હું ગઈ હતી, મારી પણ ભૂલ છે’

કતારગામ પોલીસ મથકમાં નોંધાયેલાં બળાત્કારના કેસમાં આરોપી દ્વારા કરવામાં આવેલી જામીન અરજીની દલીલો દરમિયાન વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી. એક તરફ સરકારી વકીલે આરોપીના જામીન નામંજૂર થવા બાબતની દલીલો કરી હતી તો બીજી તરફે આરોપી તરફે એડવોકેટ શ્વાતી મહેતાએ જામીન મજંર કરવાની દલીલ કરી હતી અને ઉપરથી પીડિતાએ પણ આરોપીને જામીન આપવા માટે કહ્યુ હતુ.

દલીલો બાદ આરોપીના જામીન મંજૂર થયા હતા અને કોર્ટે પણ નોંધ્યુ હતુ ફરિયાદી તરફે આરોપીના જામીન નામંજૂર કરવા માટે રજૂ કરેલાં કારણો પૂરતા નથી.આરોપી તરફે એડવોકેટની દલીલો હતી કે ભોગ બનનાર જાતે જ આરોપીની સાથે ગઈ હતી. બંને એકબીજાને પ્રેમ કરે છે. અરજદાર સુરતના રહેવાસી છે અને ક્યાય નાસી-ભાગી જાય એમ નથી. જ્યારે સરકારી વકીલની દલીલ હતી કે આરોપીએ પીડિતાને લાલચ આપી ભગાડી જઇ ભોગ બનનારની ઇચ્છા વિરુધ્ધ રેપ કર્યો હતો. પીડિતા કોર્ટને જણાવ્યુ કે આ કામના અરજદારને જામીન મુકત કરવો જોઇએ.તેના કારણમાં પીડિતાએ જણાવ્યું પણ હતું કે તેની સાથે હું ગઇ હોવાથી મારી પણ ભૂલ છે.

કતારગામ પોલીસમાં હીરા ઘસવાનું કામ કરતા આરોપી ગણેશ સામે 17 વર્ષની કિશોરી પર રેપ કરવાનો ગુનો નોંધાયો હતો. પોલીસે 363,366 અને 376(2)(એન)ઉપરાંત પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.આરોપીને 25 હજારના જાત-મુચરકા પર જામીન આપતો હુકમ કરાયો હતો. કોર્ટની શરત મુજબ આરોપીએ કોઈને ધમકી આપવી નહી, જામીન મુક્તિ બાદ ટ્રાયલમાં હાજર રહેવું, રાજયની હદ છોડવી નહીં. પાસપોર્ટ હોય તો જમા કરાવી દેવો.