શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 એપ્રિલ 2021 (15:32 IST)

વિધવા ભાભી સાથે લગ્નનુ હતુ દબાણ, યુવકે ટ્રેન સામે કુદીને આપ્યો જીવ

હરિયાણાના ફતેહાબાદમાં એક યુવકે ટ્રેનની આગળ કુદીને આત્મહત્યા કરી લીધી. શબને પોસ્ટમોર્ટમ કરાવ્યા પછી પરિજનોને સોંપી દેવામાં આવ્યુ.  પોલીસ આ મામલાની તપાસમાં લાગી છે.  બીજી બાજુ આ ઘટના પછી પરિવારમાં માતમનુ વાતાવરણ છે. મૃતકના પરિજનોનો આરોપ છે કે તેમની વિઘવા વહુના પરિવારથી પરેશાન થઈને પુત્રએ મોતને વ્હાલુ કર્યુ. 
 
આ ઘટના ફતેહાબાદના ટોહાના ક્ષેત્રની છે. એવુ કહેવાય છે કે મૃતક પર વિઘવા ભાભીના પરિવારના લોક દ્વારા લગ્નનુ દબાણ કરવામાં આવી રહ્યુ હતુ.  જે માટે એ તૈયાર નહોતો. વિઘવા માતાના પરિવારના લોકો સતત પીડિત પરિવારને ધમકી આપી રહ્યા હતા, જેનાથી પરેશાન થઈને યુવકે ટ્રેન સામે કુદીને પોતાનો જીવ આપી દીધો. 
 
મૃતકના પિતા વિનોદકુમારનુ કહેવુ છે કે ત્રણ વર્ષ પહેલા તેમના મોટા પુત્રનુ અવસાન થયુ હતુ. વિઘવા વહુના પરિવારના લોકો તેમના નાના પુત્ર સાથે તેનો સંબંધ (કેરવા) જોડવા માંગતા હતા. પુત્ર આ સંબંધ માટે બિલકુલ તૈયાર નહોતો. વહુના પરિવાર તરફથી તેમના પરિવાર પર દબાણ બનાવવામાં આવી રહ્યો હતો. 
 
મૃતકના પિતાનો આરોપ છે કે થોડા દિવસ પહેલા વહુના ફુઆએ તેમના પરિવારને ફોન પર કહ્યુ કે જો આ સંબંધ ન થયો તો તે તેમના પરિવાર વિરુદ્દ પોલીસમાં કેસ દાખલ કરશે, એટલુ જ નહી તેમના પુત્રને રેપ કેસમાં ફસાવી દેશે. જેનાથી મારો નાનો પુત્ર પરેશાન થઈ ગયો અને આત્મહત્યા કરી લીધી. 
 
રેલવેની જીઆરપી પોલીસના તપાસ અધિકારી સબ ઈંસ્પેક્ટર ધર્મપાલ સિંહે જણાવ્યુ કે 31 વર્ષના એક યુવકની દિલ્હીથી શ્રીગંગાનગર  જનારી ઈંટરસિટી એક્સપ્રેસ ટ્રેન નીચે આવવાથી મોત થઈ ગયુ.  ત્યારબાદ નાગરિક હોસ્પિતલમાં મૃતકનુ પોસ્ટમોર્ટમ કરાવીને ડેડબોડી પરિવારને સોંપી.