ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 નવેમ્બર 2021 (15:50 IST)

કોરોના મૃતકના પરિજનોને વળતર મેળવવામાં આવી રહેલી પરેશાનીને લઈને સુપ્રીમ કોર્ટ સરકાર પર નારાજ

કોરોનાના મૃતકોના પરિજનોને વળતર મુદ્દે પડતી હાલાકીને લઈને સુપ્રીમ કોર્ટ નારાજ છે. ગુજરાતના ચીફ સેક્રેટરી અને હેલ્થ સેક્રેટરીને 22 નવેમ્બરે હાજર રહેવા કોર્ટે નિર્દેશ આપ્યા છે. કોરોનાથી મૃત્યુનો સર્ટિફિકેટ આપવા માટે ગુજરાત સરકાર તરફથી બનાવેલી કમિટીથી સુપ્રીમ કોર્ટ નારાજ છે. આગામી 22મી નવેમ્બરે મુખ્ય સચિવ અને સ્વાસ્થ્ય સચિવને સુનાવણીમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ડેથ સર્ટિફીકેટ અને વળતરની પ્રક્રિયા સરળ રાખવાનો આદેશ આપ્યો હતો. RTPCR રિપોર્ટને આધારે જિલ્લા સ્તરે વળતર આપવાનું કહ્યું હતું. 
 
ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કોરોનાના કેસ નિશ્ચિતપણે વધ્યા છે. વાયરસ અંગેની તપાસ માટે સેમ્પલ મોકલાયા છે. વેરિયન્ટની ચકાસણી કરવામાં આવી રહી છે. આજે આ અંગે બેઠક કરીને જ્યાં કેસ વધ્યા છે તે અંગેની ચર્ચા કરીશું.તેમણે કહ્યું કે, રસીકરણના કારણે લોકોને હોસ્પિટલમાં જવાની જરૂર નથી પડતી તે સારું છે. જે વિસ્તારમાં એક સાથે વધુ કેસ આવ્યા છે ત્યાં નિયંત્રણો કડક કરાશે. બાળકોની રસી અને બૂસ્ટર ડોઝનું હાલ કોઈ આયોજન નથી. રાત્રિ કરફ્યુ અને અન્ય નિયંત્રણો અંગે હાલ કોઈ અન્ય નિર્ણય નથી લેવાયો. રાત્રિ કરફ્યુ વધારવાની હાલ કોઈ વિચારણા નથી.
 
બીજી તરફ કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરમાં ગુજરાતમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે.આવા પરિવારોને સહાય માટે સરકારની જાહેરાત કરી હતી જે બાદ હવે ફોર્મ ભરવાની શરૂ કરવામાં આવી છે આ સહાય કોરોના થયાના ૩૦ દિવસમાં મૃત્યુના કેસમાં જ મળશે. આ માટે  મૃતકના પરિવારજનોએ ડેથ સર્ટિફિકેટ માટે  અરજી કરવી પડશે તેમજ જે પરિવારમાં મૃતકનું કારણ કોરોના ન હોય તેમાં અલગ ફોર્મ ભરવું જરૂરી બનશે. એટલું જ નહીં સરકાર દ્વારા નિયુક્ત સમિતિ દસ્તાવેજોની તપાસ  કરશે બાદમાં 30 દિવસમાં સહાયના નાણાં લોકોને મળશે.
 
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 54 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 16  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,687 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું  નથી.  આજે  4,25,721  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.