રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 મે 2017 (12:51 IST)

સુરતમાં એસપીજીના ૨૦૦થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

વિધાનસભા ચુંટણીને આડે હવે છ મહિના બાકી છે ત્યારે વરાછા વિસ્તારમાં રાજકીય સળવળાટ શરુ થઇ ગયો છે. એસપીજીની જવાબદારી સંભાળતા ૨૦૦ જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા છે. હીરાબાગ ખાતે યોજાએલા એક કાર્યક્રમમાં એસપીજીના કાર્યકરોને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિધાનસભા ચુંટણી પહેલા ભાજપે યુવા જોડો અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાનના ભાગરુપે વરાછા વિસ્તારમાં એસપીજીના ૨૦૦ કાર્યકરોને ભાજપમાં જોડવામાં આવ્યા છે. હીરાબાગ નર્મદનગર સોસાયટીની વાડીમાં યોજાએલા સમારોહમાં એસપીજીના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. સુરતમાં એસપીજીની જવાબદારી સંભાળતા રવિ વાધાણી, લાલજી ભાદાણી, મયુર ભુંગળીયા, જીગર ઘેલાણી, ચિરાગ કાનાણી, ભાવેશ પડસાળા, જયેશ બમ્બા સહિતના અગ્રણીઓ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. આગામી દિવસોમાં પૂણા અને કતારગામ વિસ્તારમાં આ પ્રકારના કાર્યક્રમો થાય તેવી શકયતા છે