બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 માર્ચ 2020 (11:13 IST)

સૌરાષ્ટ્રની લેડી ડોન સોનૂ ડાંગરની નવ સાગરિતો સાથે ધરપકડ

સૌરાષ્ટ્રની લેડી ડોન સોનૂ ડાંગર તથા તેની ગેંગના 9 સાગરિતોની અમરેલી પોલીસે ધરપકડ કરી છે. તેના વિરૂદ્ધ હત્યા, ધમકી, ખંડણી, હપ્તા વસૂલી, અપહરણ અને મારઝૂડના કેસ દાખલ છે. ગુજકોટોક કાનૂન હેઠળ રાજ્યમાં આ બીજો કેસ નોંધાયો છે. 
 
અમરેલી પોલીસ કમિશ્નર નિર્લિપ્ત રોયના નેતૃત્વ હેઠળ સ્પેશિયલ ટીમે અમરેલી, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં આતંકનો પર્યાય બની ચૂકેલી લેડી ડોન સોનૂ ડાંગરની લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. એલસીબીના પોલીસ નિરિક્ષકે પોતે આ બધાની વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરી કેસની તપાસ હાથ ધરી છે.
 
સૌરાષ્ટ્રમાં આતંક મચાવનાર સોનૂ ડાંગર તથા તેની ગેંગના ગુનાની એક યાદી તૈયારી કરી, ત્યારબાદ લાંબા સમય સુધી તેની હરકતો પર નજર રાખી. સોનૂ ડાંગર સતત ગેરકાયદેસર કામોને અંજામ આપી રહી હતી, તેના પર ગાળિયો કસવા માટે અમરેલી પોલીસ કમિશ્નરે એક ખાસ અધિકારી તથા જવાનો ટીમની રચના કરી હતી. 
 
આ દરમિયાન સોનૂ ડાંગરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી અમરેલીની મહિલા પોલીસ કોન્સ્ટેબલને ખુલ્લેઆમ ધમકી આપી હતી, ત્યારબાદ આ ગેંગ પોલીસની નજરે ચઢી હતી. આ પહેલાં ગત વર્ષે સોનૂ ડાંગરે અમરેલી પોલીસ કમિશ્નર નિર્લિપ્ત રોય તથા સાવરકુંડલા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ ઇન્સપેક્ટર વિરૂદ્ધ એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. 
 
સોનૂ ડાંગર વિરૂદ્ધ અમરેલી પોલીસે શિવરાજ ઉર્ફ મૂન્ના, શૈલેષ, દાદેશ, અશોક બોરીચા, બાલસિંહ બોરીચા, વનરાજ વાળા, નરેંદ્ર ખુમાણ, ગૌતમ ખુમાણ વિરૂદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ કેસ દાખલ કર્યો છે. આ પહેલાં સાબરમતી જેલમાં રહીને હપ્તાવસૂલીનું નેટવર્ક ચલાવનાર વિશાલ ગૌસ્વામી વિરૂદ્ધ ગુજકોટોક કાનૂન હેઠળ કેસ દાખલ કર્યો હતો. સોનૂ ડાંગર અને તેના સાથી લગભગ એક દાયકાથી સૌરાષ્ટ્રના વિરૂદ્ધ એક દાયકાથી સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં ગેંગ ચલાવી રહ્યા હતા.