શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (13:21 IST)

સુરતમાં અનોખા લગ્ન યોજાયા,મહેમાનો ઘરેથી ટિફિન લઇ આવ્યા

લગ્નને યાદગાર બનાવા અને સમાજમાં રિવાજના નામે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. પરંતુ સુરતમાં પટેલ સમાજના યુવક-યુવતીએ એક અનોખો દાખલો બેસાડ્યો છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત માત્ર 16 મિનિટની અંદર જ લગ્ન કરી નવદંપત્તિએ અનોખો મેસેજ આપ્યો છે.ન ઢોલ-નગારા, ન બેન્ડ-વાજા, ન જમણવાર કે ન તો કોઇ રિસેપ્શન વગર માત્ર 16 મિનિટમાં જ સમાજની વિધિ અનુસાર લગ્નના બંધને બંધાયા. એ તો ઠીક લગ્નમાં હાજરી આપવા આવેલા તમામ લોકો ઘરેથી ટિફિન લઇને આવ્યા હતા. આ કપલે નવદંપત્તિએ વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. નવદંપત્તિએ સંત રામપાલ મહારાજની દીક્ષા અને શિક્ષા અનુસાર લગ્ન કરી સમાજ માટે અનોખો સંદેશો પૂરો પાડ્યો હતો.