રવિવાર, 17 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 23 ફેબ્રુઆરી 2021 (13:03 IST)

Gujarat Election Result 2021 Surat -: સૂરતના વોર્ડ-16માં AAPની જીત, બીજેપી 186 અને કોંગ્રેસ 45 સીટો પર આગળ

ગુજરાતમાં 6 નગર નિગમના કુલ 675 સીટો પર આજે મતગણતરી ચાલી રહી છે. 6 નગર નિગમોમાં કુલ ઉમેદવારોની સંખ્યા 2276 છે. આ ઉપરાંત જૂનાગઢ નગર નિગમમાં બે સીટ પર પેટાચૂંટની માટે પણ 9 ઉમેદવારો મેદાનમાં છે.  ચૂંટણીમાં મુખ્ય મુકાબલો બીજેપી અને કોંગ્રેસ વચ્ચે છે.  ચૂંટણી લડનારામાં બીજેપીમાંથી 577, કોંગ્રેસમાંથી 566 આપમાંથી 470, રાંકાપાથી 91 અન્ય દળોમાંથી 353 અને 228 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ છે. 
 
સુરતમાં બીજેપીને આપ સીધી ટક્કર આપી રહ્યુ છે. ભાજપ હાલ 40 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે કોંગ્રેસ 10 બેઠક પર અને પાટીદારો અને પાસે કોંગ્રેસના હાર્દિકના પંજાનો સાથ છોડીને આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હોય તેમ 18 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.વોર્ડ નંબર 14,21 અને 23માં ભાજપની પેનલની જીત થઈ છે.વોર્ડ નંબર 4,13 અને16માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.