સુરત નેશનલ હાઇવે 48 પર ટેન્કર અને કન્ટેનર વચ્ચે અકસ્માત, 4ના મોત

road accident
સુરત:| Last Modified ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2019 (11:37 IST)
અમદાવાદ મુંબઇ હાઇવે નં-48 પર આજે વહેલી સવારે ટેન્કર અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં નેશનલ હાઇવે નં-48 પર ઉભેલા ટેન્કરની પાછળના ભાગેમાં ધડાકાભેર ઝીંગા ભરેલું કન્ટેનર અથવડાતા કન્ટેનરના કેબિનનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો. આ ઘટનામાં કન્ટેનરમાં બેઠેલા 4 વ્યક્તિઓના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા.
જો કે, આ અકસ્માતની જાણ થતા જ IRB, 108 અને પાલોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ અકસ્માત સર્જાતા નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. પાલોદ પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિક ખુલ્લો કર્યો હતો અને કન્ટેનરમાંથી ચારે વ્યક્તિઓના મૃતદહેને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

પોલીસ દ્વારા બે મૃતદેહને તો પહેલા બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પરંતુ કન્ટેનરમાં ફસાયેલા અન્ય બે મૃતદેહને કલાકોની મહેમત બાદ ક્રેઇનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે પાલોદ પોલીસે ચારેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ હોસ્પિટલ ખસેડ્યા હતા. તો બીજી તરફ પાલોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


આ પણ વાંચો :