શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :ભરૂચ: , બુધવાર, 18 સપ્ટેમ્બર 2019 (15:19 IST)

ભરૂચ : બંધ કંપનીમાં 40 લોકોનાં ટોળાએ કર્યો હુમલો, 3 સુરક્ષાકર્મીનાં મોત, 3ને ઇજા

ભરૂચ જિલ્લાના ઉટિયાદરા ગામની પીજી ગ્લાસ નામની બંધ કંપનીમાં 40 જેટલા લોકોનાં ટોળાએ 6 સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. જેમાં બે સુરક્ષા કર્મચારીઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય એક સિક્યુરિટી ગાર્ડનું સારવાર દરમિયાન મોત થયું છે. ત્રણ ઘાયલ સિક્યુરિટી ગાર્ડસને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે ભરૂચ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.  
 
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાનાં ઉટિયાદરા ગામની પીજી ગ્લાસ નામની બંધ કંપનીમાં 6 સિક્યોરિટી ગાર્ડ ફરજ બજાવતા હતાં. જ્યાં 40 જેટલા લોકોનાં ટોળાએ 6 સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. જેમાં બે સુરક્ષા કર્મીઓનાં ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે અન્ય 4 ઇજાગ્રસ્તોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જેમાંથી ત્રણ ગાર્ડની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
 
 
ઘટનાની જાણ થતાં જ ભરૂચ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આસપાસના લોકોને એવી શંકા છે કે આ ટોળું લૂંટ મચાવવાના ઇરાદે કંપનીમાં ઘૂસ્યું હતું. પરંતુ હાલ પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.