શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By રીઝનલ ન્યુઝ|
Last Modified: બુધવાર, 18 સપ્ટેમ્બર 2019 (14:38 IST)

ગુજરાતમાં 15 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ નવા નિયમ પ્રમાણે દંડ નહીં ફટકારી શકે

ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમના અમલને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ફળદુએ પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતા કહ્યું હતું કે ટ્રાફિકના નવા નિયમોના અમલની સમયમર્યાદા 15 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને હેલમેટ ખરીદવામાં અને પીયુસી કાઢવામાં પડતી અગવડતાની ફરિયાદો સરકારને મળ્યા બાદ આ અંગે ચર્ચા-વિચારણા કરીને આ નિર્ણય કરાયો છે. 15 ઓક્ટોબર સુધી હેલમેટ ન પહેરનાર અને પીયુસી ન ધરાવનાર વાહન ચાલકોને જૂના નિયમ પ્રમાણે 100 રૂપિયા દંડ ભરવો પડશે.