બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 26 માર્ચ 2022 (16:35 IST)

સુરતમાં પોલીસનુ દિલધડક ઓપરેશન

સુરતમાં બે મહિના પહેલાં લાજપોર જેલ બહાર રાંદેર પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગી જનાર નાનપુરાના માથાભારે અને વોન્ટેડ સજ્જ કોઠારીને શુક્રવારે ક્રાઇમબ્રાંચે તેના ઘરમાં બનાવેલા ગુપ્ત રૂમમાંથી ઝડપી પાડ્યો હતો . આની સાથે ગુજસીટોકના આરોપી સમીર શેખને પણ પક્ડયો હતો . ટપોરીએ પોલીસથી બચવા માટે રૂમમાં શોકેસની આડમાં અંદરના ભાગે ગુપ્ત રૂમ બનાવ્યો હતો.
 
પોલીસે કડિયા પાસે બારી અને દરવાજો ખોલાવી અંદર છુપાયેલા સજ્જને પકડી પાડ્યો હતો . સજ્જ કોઠારીના ઘરમાં જ બીજા રૂમમાં બહારથી તાળુ મારીને રહેતા ગુજસીટોકના આરોપી સમીર શેખને પણ ક્રાઇમબ્રાંચે ઝડપી પાડ્યો હતો . 35 ગુનાનો આરોપી પહેલીવાર સુરત તેના ઘરેથી જ ઝડપાયો  ઉલ્લેખનીય છે કે 28 મી જાન્યુઆરીએ જામીન પર છુટતા પોલીસે અટકાયતી પગલા માટે સજ્જુને જેલની બહારથી પકડતા તેનો ભાઇ અને સાગરિતો પોલીસ સાથે માથાકૂટ કરી ભગાવી ગયા હતા. 35 ગુનાનો આરોપી પહેલીવાર સુરત તેના ઘરેથી જ ઝડપાયો હતો. 
 
7 PSI અને 40 પોલીસ જવાનો કુખ્યાત સજ્જુના નાનપુરાના જમરુખગલીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા બહારથી જોયું તો ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની બિલ્ડીંગનો મુખ્ય દરવાજો બંધ હતો . આ દરવાજા પર કાંટા રૂપી લોખંડના ખિલ્લા જોવા મળ્યા હતા . આ જોઈ પોલીસ પાછી પણ ફરી શકે તેમ હતી . પરંતુ પોલીસે સીડી મંગાવી હતી અને સૌથી પહેલા એસીપી સરવૈયા સીડી પર ચઢી લોખંડનો મુખ્ય દરવાજો ઓળંગી પહેલા માળે પહોંચ્યા હતા . ત્યાર બાદ એક પછી એક 10 થી વધુ જવાનો તે જ રીતે પહેલા માળે પહોંચ્યા . બારીનો કાચ તૂટતા જ અંદરથી દરવાજો ખુલ્યો દરવાજાને તાળું મારેલું હતું છતાં પોલીસે દરવાજો ખખડાવ્યો અને કહ્યું કે , સજ્જનું વોરન્ટ છે . દરવાજો ખોલો નહીં તો તોડી નાખીશું . દરવાજો ન ખુલ્યો એટલે બારીનો કાચ પોલીસે તોડી નાખ્યો . કાચ તૂટતા જ અંદરથી દરવાજો ખુલ્યો . ત્યાર બાદ એસીપી સહિત 20 થી વધુ પોલીસ જવાનોએ 5 માળની બિલ્ડિંગ 10 થી વધુ વખત ફેંદી વળ્યા . કોઈ પણ ખુણે સજ્જુ કોઠારી મળ્યો નહીં . આ કવાયતમાં પોલીસે ફ્લોરિંગ પણ ચેક કર્યું હતું . પણ સજ્ડ મળ્યો નહીં છતાં બાતમી હોવાને કારણે પોલીસે ઘરની અંદર શોધખોળ ચાલુ રાખી . મુખ્ય રૂમના ફર્નિચરની તપાસ કરી તેની પાસે ટીવી હતું .
 
ફર્નિચરની અંદર ખખડાવતા દિવાલ જણાઈ તેની બાજુમાં શોકેસ હતું , જેની સાઈડે એક લાકડાના દરવાજા જેવું હતું . તેને ધક્કો મારી જોતા તે ખુલ્યો નહીં એટલે પોલીસે તેને થપથપાવ્યો . આ દરવાજો ખખડાવતા અંદરથી બોદો અવાજ આવ્યો . જ્યારે ફર્નિચરની અંદર ખખડાવતા દિવાલ જણાઈ . આથી પોલીસને શંકા ગઈ કે , જે લાકડાનો દરવાજો હતો તેની અંદર જ સજ્જ કોઠારી હોવો જોઈએ . બહારથી પોલીસે બુમો પાડી દરવાજો ખોલવા કહ્યું , પણ દરવાજો ખોલ્યો નહીં . અંતે પોલીસે દરવાજો તોડી નાખ્યો . અંદર જોતા જ સજ્જ કોઠારી બેઠો હતો . અને ત્યાંથી પોલીસે ઝડપી લીધો હતો . આમ આખુ ઓપરેશન સાંજે સાડા પાંચ વાગ્યે પૂર્ણ થયું હતું . સજ્જુ જે બિલ્ડિંગમાં હતો તેની તેની બાજુની બે બંધ બિલ્ડીંગમાં પણ પોલીસે સર્ચ હાથ ધર્યું . આ બંને બિલ્ડીંગ પણ સજ્જની જ હતી . ત્યાં સર્ચ કરતાં તેનો સાગરિત સમીર સલીમ શેખ પણ રંગેહાથ ઝડપાઈ ગયો હતો .