1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 5 એપ્રિલ 2020 (21:41 IST)

સુરતમાં 61 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત, બિલ્ડીંગના 1200 રહેવાસીને ક્વૉરન્ટાઇન કરાયા

રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે વધુ એક થયું છે. રાજ્યના સુરત શહેરમાં પાલ વિસ્તારમાં રહેતી 61 વર્ષીય મહિલાનું કોરોના વાયરસના કારણે મોત થયું છે. મહિલાએ કોઈ પણ પ્રકારનો પ્રવાસ કર્યો નહોતો. પાલ વિસ્તારમાં રહેતી મહિલા રજનીબેન મનોહરલાલ લીલાણીનું મોત થતા પાલ વિસ્તારમાં આવેલા તેમના નિવાસ સ્થાન પ્લેટનિમ નક્ષત્ર બિલ્ડીંગના 250 પરિવારના 1200 લોકોને હોમ ક્વૉરન્ટાઇન કરી દેવાયા છે.
બનાવની વિગત એવી છે કે ગઈકાલે જ સુરતની મહિલા રજનીબેન લીલાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દર્દીની કેસ હિસ્ટ્રી કરતા આરોગ્ય વિભાગને જાણવા મળ્યું હતું કે તેમનો પુત્ર 8 માર્ચે મુંબઈ ગયો હતો અને 9મી માર્ચે પરત ફર્યો હતો. ત્યારબાદ તેમના પુત્રને કફની ફરિયાદ થઈ હતી. કફ ઉપરાંત તેને તાવ આવતા સામાન્ય ઓપીડીમાં સારવાર આપવામાં આવી હતી અને તે સાજો થઈ ગયો હતો.
મૃતક રજનીબેનના પુત્રની આરકેટી માર્કેટમાં પહેલા માળે દુકાન છે તે 20 માર્ચ સુધી ચાલુ હતી. અગાઉ આરકેટીમાં કામ કરતાં એક વ્યક્તિનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો તેની દૂકાન છઠ્ઠા માળે હતી. આ વિગતોને આધારે મુંબઈ અથવા તો આરકેટી માર્કેટની લિંકથી કોરોનાનો ચેપ લાગ્યો તેવી આશંકા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિપાનીએ વ્યક્ત કરી હતી.
તેમના પુત્રમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો હતાં પણ 30 માર્ચના રોજ સાજો થઈ ગયો હતો.’ દરમિયાન પ્રાપ્ત અહેવાલો મુજબ રજની બહેન લીલાણીનું અવસાન થતા તેઓ સુરતના પાલ વિસ્તારની જે બિલ્ડીંગમાં રહેતા હતા તે 250 ફ્લેટની આખી બિલ્ડીંગના 1200 લોકોને ક્વૉરન્ટાઇન કરાયા છે. અગાઉ ગઈકાલે સાંજે જ પાલિકાના ફાયર વિભાગ દ્વારા આ સમગ્ર બિલ્ડીંગને સેનિટાઇઝ કરાઈ હતી.