1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 1 સપ્ટેમ્બર 2021 (12:10 IST)

મહુવા: પરિવારના 5 લોકો નદીમાં ગરકાવ- સુરતના એક જ પરિવારની 4 મહિલા સહિત 5 લોકો નદીમાં ડૂબ્યા

ગુજરાતના મહુવાના તાલુકાના કુમકોતર ગામમાં આવેલી જોરાવરપીરની દરગાહ પાસે નદીમાં ડૂબતાં એક જ પરિવારની બે મહિલાઓના મોતના મોત થયા છે, તો અન્ય ત્રણની શોધખોળ ચાલુ છે. અકસ્માત તે સમયે સર્જાયો, જ્યારે પરિવાર સભ્યો દરગાહ સામે અંબિકા નદીમાં સ્નાન કરી રહ્યા હતા. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના લિંબાયતના રહેવાસી સલીમશા ફકીર (36) પોતાની માતા, પત્ની, નાના ભાઇ અને અન્ય બે સભ્યો સાથે કુમકોતર ગામ સ્થિત જોરાવરપીરની દરગાહ પર આવ્યા હતા. દરગાહના દર્શન બાદ પાંચ સભ્ય નદીમાં નહાવા લાગ્યા તે દરમિયાન ઉંડા પાણીમાં જ તા રહેતા ડૂબી ગયા હતા. 
 
બૂમો સાંભળીને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા અને તમામની શોધખોળ શરૂ કરી. સ્થાનિક તરવૈયાએ થોડીવાર બાદ બે મહિલાની લાશ બહાર નિકાળી. જે સલીમભાઇની માતા અને પત્નીની લાશ હતી. તો સલીમ, તેમના નાના ભાઇ અને અન્ય સભ્યની શોધખોળ ચાલુ છે. એક પરિવાર સાથે થયેલા આ અકસ્માતની સમગ્ર વિસ્તારમાં માતમ પ્રસરી જવા પામ્યો છે. 
 
મૃતકોના નામ
રૂક્ષામાલી સલીમશા ફકીર
પરવીનશા જાવિદા ફકીર
 
શોધખોળ ચાલુ છે
આરીકુશા સલીમશા ફકીર
સમિમ્બી અરિકુશા ફકીર
રૂક્સારબી જાકુરશા ફકીર