વેવાઇ-વેવાણની લવસ્ટોરીમાં નવો વળાંક આવ્યો, ફરી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
રાજ્યભરમાં જે કિસ્સાએ ચર્ચા ઉભી કરી છે તેવી વેવાઇ-વેવાણની લવસ્ટોરીમાં આજે નવો વળાંક આવ્યો છે. વેવાઈ-વેવાણ પરત આવ્યા બાદ આગામી 14મી ફેબ્રુઆરીએ યોજાનારા લગ્ન તૂટી ગયાં હતાં. જેથી વેવાણના પતિએ દીકરીના લગ્ન માટે ચડાવેલા દાગીના સહિતનો સામાન સુરતમાં જ રહેતા સંબંધી મારફતે વેવાઈના ઘરે મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન વેવાઈએ સામાન આપવા આવેલા યુવકને ઘરમાં ગોંધી રાખીને માર માર્યો હતો. આ આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.આ મામલે બંને તરફથી ફરિયાદ નોંધાઈ છે અને ત્રણની અટકાયત કરવામાં આવી છે.નવસારીમાં રહેતી દીકરીના પિતાએ લગ્ન તો તોડી નાખ્યા પણ પોતાની દીકરીના લગ્ન માટે ચડાવેલા સોનાના દાગીના સહિતનો સામાન સુરત ખાતે રહેતા પોતાના સંબંધી પાસે મોકલી આપ્યો હતો. સંબંધીએ એક યુવકને આ સામાન વેવાઈને ત્યાં આપવા મોકલ્યો હતો.યુવક સામાન આપવા માટે ભાગી ગયેલ વેવાઇને ગયો તો તેને ગોંધી રાખીને માર માર્યો હતો. આથી પેલા યુવકે પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. જેથી અમરોલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પેલા યુવકને છોડાવીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.સુરતની એક એવી પ્રેમ કહાની જે હાલ સુરત સાથે રાજ્યભરમાં પણ જાણીતી થઇ છે. આ પ્રેમ કહાનીને લઇને સોશિયલ મીડિયામાં પણ અનેક રમૂજો થઈ રહી છે. વેવાઈ અને વેવાણ નવસારીથી ઉજ્જૈન નાસી ગયા હતાં. 16 દિવસ બાદ બન્ને પરત ફર્યા હતા. જોકે વેવાણને તેના પતિએ રાખવાની ના પાડતાં સુરત ખાતેના પોતાના પિયર જતાં રહ્યાં હતાં. જયારે વેવાઈ અને જે દીકરાના લગ્ન થવાના હતા તેના પિતા ઘરે આવી ગયા હતા.