શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 જાન્યુઆરી 2020 (12:03 IST)

બોર્ડની પરીક્ષા આપનારા રીપીટર પરીક્ષાર્થીઓએ તેમની મુળ સ્કૂલમાંથી ફોર્મ ભરવું પડશે

રિપીટર વિદ્યાર્થીઓએ જો સ્કૂલ બદલી હશે તો પણ તેણે અગાઉ રેગ્યુલર વિદ્યાર્થી તરીકે જે સ્કૂલમાંથી પરીક્ષા આપી હતી તે સ્કૂલમાંથી જ રિપીટર વિદ્યાર્થી તરીકે પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહેશે તેવી સૂચના ડીઈઓએ તમામ સ્કૂલોને આપી છે. રિપીટર વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે મૂળ સ્કૂલમાંથી ફોર્મ ન ભરાતાં અન્ય સ્કૂલમાંથી પરીક્ષા ફોર્મ ભર્યાં હોવાની બાબત બોર્ડને ધ્યાને આવી હતી. ઘણા વિદ્યાર્થીઓ એક સ્કૂલમાંથી પાસ ન થતા બીજી અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર થઈ જાય છે, પરંતુ રિપીટર વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટેનું ફોર્મ મૂળ સ્કૂલમાંથી જ ભરવું પડશે. બોર્ડે 27 મે, 1993ના પરિપત્રનો સંદર્ભ આપતા જણાવ્યું છે કે, રિપીટર વિદ્યાર્થીના ફોર્મ મૂળ સ્કૂલમાંથી જ ભરવું, જો વિદ્યાર્થીએ સ્કૂલ બદલી હોય તો પણ તેણે પરીક્ષા માટે તો મૂળ સ્કૂલમાંથી જ ફોર્મ મૂળ સ્કૂલમાંથી જ ભરવું પડશે. બોર્ડે જિલ્લા પ્રમાણે રિપીટર વિદ્યાર્થીનાં નામ ડીઈઓને મોકલ્યા છે. વિદ્યાર્થીઓના ફોર્મને આધારે બોર્ડ ફોર્મ તબદીલ કરી શકે છે અથવા રિપીટર વિદ્યાર્થીઓને ફરી ફોર્મ ભરવા જણાવી શકે છે, પરંતુ હજુ સુધી બોર્ડે કોઈ નિર્ણય જાહેર કર્યો નથી. આથી લિસ્ટ મળેલા તમામ આચાર્યોએ 31મીએ બોર્ડની કચેરીમાં બોલાવવામાં આવ્યા છે.