ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 2 જુલાઈ 2018 (16:48 IST)

સૂરત - માર્ગ અકસ્માતમાં 3 નુ મોત, બ્રિજ પરથી પડતી માતાએ બાળકને ઉછાળ્યો, દુર્ઘટનામાં બચેલી મહિલાએ પકડી લીધો.

શહેરના નવાગામ ફ્લાયઓવર પર રવિવારે એક ઝડપી ગતિથી એસયૂવીએ ત્રણ મોટરસાઈકલને ટક્કર મારી દીધી. દુર્ઘટનામાં ત્રણેયનુ મોત થઈ ગયુ.  આ દરમ્યાન પુલ પરથી પડતી એક માતાએ પોતાના છ મહિનાના બાળકને બીજી મહિલા તરફ ઉછાળ્યુ. તેનાથી બાળક અપ્રત્યક્ષ રૂપે બચી ગયુ. 
 
રોન્ગ સાઈડ પરથી આવી રહેલી ઝડપી ગતિની એસયૂવી પજેરોને જોઈને એક બાઈક સવાર દંપત્તી રોહિત અને લક્ષ્મીએ ગાડી રેલિંગ તરફ વાળી દીધી. તેથી તેઓ બચી ગયા અને સાચવીને ત્યા જ ઉભા રહી ગયા.  તેમની પાછળ ચાલી રહેલ મોટરસાઈકલો પજેરોની ચપેટમાં આવી ગઈ તેમાથી એક બાઈક પર એક પતિ-પત્ની અને તેમનો છ મહિનાનો પુત્ર તેમજ લગભગ 8-9 વર્ષની પુત્રી બેઠી હતી.  ટક્કરને કારણે તેઓ બ્રિજ પરથી નીચે પડવા લાગ્યા ત્યારે મહિલાએ પડતી વખતે રોહિત અને લક્ષ્મીને જોઈ લીધા.  6 મહિનાના પુત્રને બચાવવા માટે તેણે તરત તેને હવામાં ઉછાળ્યો લક્ષ્મીએ તેને તરત જ પકડી લીધો. તેનાથી બાળકનો જીવ બચી ગયો. 
 
બાળક તો બચી ગયુ પણ તેના માતા પિતા ઉછળીને બ્રિઝ પરથી 30 ફીટ નીચે જઈ પડ્યા. બંનેનુ મોત થઈ ગયુ. બાળકની બહેનનુ તો બ્રિજ પર જ મોત થઈ ગયુ હતુ. ટક્કર માર્યા પછી પજેરોમાં સવાર ત્રણ લોકો ઉતરીને ભાગી ગયા. ત્રણેય જુદી જુદી દિશામાં ભાગ્યા. પણ આસપાસના લોકોએ તેમને ઝડપી લીધા.  પ્રત્યક્ષ જોનારા મુજબ પજેરો ચલાવનારા નશામાં હતો